BREAKING NEWS

વિઠ્ઠલભાઈના દીકરા ક્યાંય સલવાતા હશે, કેટલાયને સલવાડી દેઃ રાજકોટ ડેરીના ચેરમેને જયેશ રાદડિયા વિશે કહ્યું આવું

  • August 16, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) ના એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી સંબોધન કરતી વખતે ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ રમુજી અંદાજમાં મંચ પર હાજર જયેશ રાદડિયા પર ટિપ્પણી કરી હતી. તેમના આ વિધાનથી હોલમાં ઉપસ્થિત તમામ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ગોરધન ધામેલિયાએ કાર્યક્રમના આયોજન અને ખર્ચ પર વાત કરતાં જયેશ રાદડિયા તરફ ઈશારો કરીને હસતાં હસતાં કહ્યું કે, “વિઠ્ઠલભાઈના દીકરા ક્યાંય સલવાતા હશે? એ તો કેટલાયને સલવાડી દે!” તેઓ ડેરીના કાર્યક્રમને હોલમાં યોજવાના નિર્ણય અને તેના આયોજન અંગે જયેશ રાદડિયા સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

પોતાના સંબોધનમાં આગળ બોલતા ચેરમેન ધામેલિયાએ રાજકોટ ડેરીની પ્રગતિ અને નાણાકીય સ્થિતિ વિશે પણ મહત્વની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સંસ્થામાં કરકસર અને યોગ્ય આયોજનને કારણે ડેરીએ મોટો નફો હાંસલ કર્યો છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને અન્ય નેતાઓના સહયોગથી ડેરીને મળેલી ગ્રાન્ટ અને રૂ. ૧૭૩ કરોડની નોટિસ જેવા પ્રશ્નોના ઉકેલ અંગે પણ તેમણે વિગતો રજૂ કરી હતી.


અંતમાં, તેમણે આગામી સમયમાં રાજકોટ ડેરી દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટ શરૂ કરવાની યોજના વિશે વાત કરી હતી અને તે માટે સરકારી સહાય તથા સબસિડી મેળવવા વિનંતી કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, જેવા કે પુરુષોત્તમ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભાનુબેન અને અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કરીને તેમણે પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application