BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.કમિશનર સુમેરા રાત્રે સ્વચ્છતાના ચેકિંગમાં નીકળ્યા; વેપારીઓમાં ફફડાટ, જાણો દુકાનદારોને શું તાકીદ કરી

  • September 25, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત રાત્રિના ૧૦:૩૦ વાગ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણી સહિતના ધંધાર્થીઓની સ્થળ પર જઈને સરપ્રાઈઝ વિઝિટ કરી સ્વચ્છતા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

મ્યુનિસિપલ કમિશનરે મહિલા કોલેજ અંડરબ્રિજથી કિશાનપરા ચોક સુધીના ટાગોરમાર્ગ, બાલભવન ચોક તથા રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફના માર્ગ પર આવેલા વિવિધ ધંધાર્થીઓની મુલાકાત લઈ સ્વચ્છતા અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન ખાસ કરીને ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબિનની વ્યવસ્થા, રોડ પર ગંદકી ન થાય તેની તકેદારી તેમજ કચરાના યોગ્ય નિકાલ અંગે સઘન ચકાસણી કરવામાં આવી હતી. ધંધાર્થીઓને પોતાના વ્યવસાય સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ કચરો જાહેર સ્થળે ન ફેંકવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરતા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છતા માત્ર મહાપાલિકાની જવાબદારી ન રહે પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જનઆંદોલન બને તે જરૂરી છે. જાહેર સ્થળોએ કચરો ન ફેંકીએ, ગંદકી ન કરીએ અને સ્વચ્છતા જાળવવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપીએ. સૌના સહયોગથી જ આપણું રાજકોટ સ્વચ્છ અને સુંદર રાજકોટ બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application