આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા–ફરતા અને અગાઉ અન્ય ગુન્હાઓમાં પણ પકડાઇ ચુકેલ રીઢા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રાથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રા વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય દ્રારાનાસતા–ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા પ્રયત્નશીલ હતો. દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસગં પરમારને મળેલી બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા, હત્યાનો પ્રયાસ, મારમારીના ગુનામાં નાસતા–ફરતા આરોપી સંગ્રામભાઇ ઉર્ફે મુન્નો ગોકળભાઇ સાનીયા (ભરવાડ) (રહે.ખારીશેરી, ધાંગધ્રા) ને ધાંગધ્રા શહેરના મયુરનગર પાણીની ટાંકી પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરી જરી કાર્યવાહી કરી હતી...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ જામી: 6 દરોડામાં 42 ઝડપાયા
જામનગરમાં રોગચાળો બેફામ, મહીનામાં ઝાડા-ઉલ્ટીના ૧૦૯૨, તાવના ૯૯૩ કેસ
પાકિસ્તાનમાં ભૂખમરાનું સંકટઃ ચોથા ભાગના લોકો રોટલી અને ભાત પર જ નિર્ભર
જામનગરમાં શ્રાવણી મેળાનો માર્ગ મોકળો, આજથી પ્રારંભ
નેપાળ વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1,093 પર પહોંચ્યો: હજુ ચાર હજારથી વધુ લોકો લાપત્તા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech