રાજકોટની સાવારાજ સંસ્થાને સરકાર દ્વારા કલાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત
રાજકોટની સાવારાજ સંસ્થાને સરકાર દ્વારા કલાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત
September 17, 2026 02:36 PM
પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન (કલાઇમેટ ચેન્જ) સામે ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ લાવવા બદલ વીંછિયા સ્થિત સાવારાજ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ ૨૦૨૬–૨૭ અંતર્ગત જન જાગૃતિ કેટેગરીમાં સમગ્ર રાયમાં પ્રથમ સ્થાન પ્રા થયું છે. ગાંધીનગર ખાતે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–૧ (નર્મદા હોલ) ખાતે યોજાયેલા રાયકક્ષાના સમારોહમાં વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી તથા રાયકક્ષાના મંત્રીના હસ્તે સાવરાજ સંસ્થાના પ્રતિનિધિઓને આ એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાવારાજ સંસ્થા દ્રારા રાજકોટ જિલ્લ ાના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે પાણી અને કુદરતી સંસાધનોનો કરકસરયુકત ઉપયોગ, આબોહવા અનુકૂળ ખેતી પદ્ધતિઓનો પ્રસાર મોટા પાયે વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના કાર્યેા, ખેડૂતો અને ગ્રામજનોમાં પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ તથા ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આ એવોર્ડ બદલ સાવારાજ સંસ્થાએ ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગનો આભાર માન્યો હતો. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સફળતા સંસ્થા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો, ગ્રામજનો અને સહયોગી ટીમના અથાક પરિશ્રમનું પરિણામ છે. આગામી સમયમાં પણ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે આ જ ઉત્સાહથી કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો હતો