BREAKING NEWS

S&P ગ્લોબલે ૨૦૨૭ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ વધારીને 7 ટકા કર્યો

  • September 23, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ખૂબ જ રાહત આપે તેવા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક રેટિંગ એજન્સી 'એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ' દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતની જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. એજન્સીએ અગાઉનો અંદાજ ૬.૬ ટકા હતો, જેને વધારીને હવે સાત ટકા કરી દીધો છે.

જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું છે. એસ એન્ડ પી ગ્લોબલે તેના એશિયા-પેસિફિક ઇકોનોમિક આઉટલુકમાં આ સુધારા પાછળના મુખ્ય ચાર સ્તંભો જણાવ્યા છે જેમાં મજબૂત ઔદ્યોગિક પ્રવૃત્તિ કે જેમાં દેશમાં ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કામકાજ અપેક્ષા કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. બીજો સારો વપરાશ અને માંગ કે જેમાં બજારમાં ગ્રાહકો દ્વારા ખરીદી અને વપરાશનું પ્રમાણ મજબૂત જળવાઈ રહ્યું છે, જેનાથી વેપારને વેગ મળ્યો છે. ત્રીજો નિકાસમાં વૃદ્ધિ કે જેમાં વૈશ્વિક પડકારો છતાં ભારતીય ચીજવસ્તુઓની નિકાસમાં સારો એવો વધારો જોવા મળ્યો છે અને ચોથો સ્તંભ સરકારી રોકાણ કે જેમાં સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કાર્યોમાં સતત મૂડીરોકાણ વધારવામાં આવી રહ્યું છે.

આ તમામ સકારાત્મક પરિબળોને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ પોતાના અનુમાનમાં સીધા ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જૂન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ વાર્ષિક ધોરણે ૭.૮ ટકા રહ્યો હતો. અગાઉના ક્વાર્ટરના ૮.૬ ટકાની સરખામણીએ ભલે આ ગતિ થોડી ધીમી પડી હોય, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ તે અત્યંત મજબૂત છે. ઉભરતા એશિયાઈ દેશોમાં આર્થિક ગતિશીલતા અને સ્થિરતા જાળવી રાખવામાં ભારતનું આ પ્રદર્શન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

આ આંકડાઓ સાબિત કરે છે કે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક મંદીની અસરો સામે લડવાની મજબૂત ક્ષમતા ધરાવે છે અને આગામી સમયમાં દેશનો વિકાસ વધુ વેગ પકડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application