BREAKING NEWS

સુરેન્દ્રનગરમાં એસપી પ્રેમસુખ ડેલુનો સપાટો: સાગમટે 443 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

  • June 04, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પ્રશાસનમાં આજે ભારે હલચલ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓમાં સામાન્ય રીતે રોજીંદી બદલીઓ થતી હોય છે, પરંતુ જ્યારે આખી ટુકડીના કાગળો એકસાથે બદલાય ત્યારે તેની ચર્ચા ચોરા અને ચૌટા સુધી પહોંચી જતી હોય છે. જિલ્લાના કાયદા અને વ્યવસ્થાના માળખાને વધુ મજબૂત અને પ્રજાભિમુખ બનાવવા માટે ખાતા દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

ઝાલાવાડની ધરતી પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ ચુસ્ત-દુરુસ્ત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા એક અત્યંત મોટો અને મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ એક જ ઝાટકે જિલ્લાના કુલ ૪૪૩ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરી દીધા છે. આટલી મોટી સંખ્યામાં સામૂહિક બદલીઓ થવાને કારણે સમગ્ર જિલ્લાના પોલીસ તંત્ર અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.



























લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application