BREAKING NEWS

રક્ષક જ ભક્ષક! રાજકોટમાં SRP કર્મીએ બે બાળકી સાથે અડપલાં કર્યા, બિભત્સ વીડિયો પણ બતાવતો

  • November 19, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ)માં ફરજ બજાવતા કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા સામે બાળકીઓને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કરવાના ગંભીર આરોપસર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. આ સંવેદનશીલ ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.


પોલીસ વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદ પૈકી એક ફરિયાદ એટ્રોસિટી વિથ પોક્સો એક્ટ હેઠળ અને બીજી ફરિયાદ પોક્સો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં ભોગ બનનાર બાળકીઓની ઉંમર આશરે સાતથી નવ વર્ષની હોવાનું સામે આવ્યું છે, જેમના પર આરોપી પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.


આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ, આશરે એક વર્ષ પહેલાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજા એક ક્લોધિંગ સ્ટોરમાં કામ કરતો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. આરોપીની દીકરી ટ્યુશન ક્લાસ ચલાવતી હોવાના કારણે ભોગ બનનાર બાળકીઓ તેના સંપર્ક અને ઓળખાણમાં આવી હતી. ત્યારબાદ આરોપીએ બાળકીઓને બોલાવી ક્લોધિંગ સ્ટોરમાં ખરાબ અશ્લીલ ક્લિપો બતાવીને તેમની સાથે અડપલાં કર્યા હોવાનું જણાવાયું છે.


આ મામલે બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને સમગ્ર બાબતની જાણ એક સાક્ષીને થતાં, સાક્ષીએ બાળકીઓની માતાને આ અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની એક ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બીજા ગુનામાં આગળની કાર્યવાહી અને યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application