BREAKING NEWS

જેતપુરની ભાદર નદીમાંથી જૂનાગઢના પેઈન્ટર યુવકનો મૃતદેહ મળી આવ્યો

  • November 19, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુર તાલુકાના પાંચપીપળા અને કેરાળી ગામની સીમ પાસેથી પસાર થતી ભાદર નદીમાંથી જૂનાગઢના એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા દસ્તાવેજોના આધારે તેની ઓળખ જૂનાગઢના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સમીર શેખ હોવાનું અને તે ઘેર કલર કામ કરવા જવાનું કહીને નીકળો હોવાનું ખુલ્યું હતું.



પ્રાપ્ત માહિતી મુજબ, પાંચપીપળા અને કેરાળી ગામ વચ્ચે ભાદર નદી પરના પુલ પાસે છેલ્લા બે દિવસથી એક એક્ટિવા બિનવારસી હાલતમાં પડ્યું હતું. દરમિયાન આજે સવારે પુલ નીચેથી નદીના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની જાણ ઉદ્યોગનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહની તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઓળખ સમીર શેખ તરીકે થઈ હતી.


પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી સ્થળ પર બોલાવતાં પરિવારજનોએ જણાવ્યું હતું કે સમીર બે-ત્રણ દિવસ પહેલાં કલરકામ કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ન ફરતાં પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ભાદર નદીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application