ગત શનિવારથી શરૂ થયેલી મેઘરાજાની મેરેથોન ઈનિંગ સતત ચાલુ રહી છે, જેમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ૭૬ તાલુકામાં ઝાપટાથી માંડીને મુશળધાર મેઘવર્ષા થઈ છે. જેમાં બોટાદના બરવાળામાં સાડા સાત ઇંચ સહિત, ઝાલાવાડના સાયલામાં 6.3 ઇંચ, જોડીયા, મુળી, ઉમરાળા પંથકમાં પાંચ ઇંચ સહિતના ધોધમાર વરસાદ પડી જવા પામ્યો છે.
બોટાદ શહેર પંથકમાં 5.4 ઈંચ
આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન બોટાદના બરવાળા પંથકમાં 7.5 ઇંચ, બોટાદ શહેર પંથકમાં 5.4 રાણપુર 3.6 અને ગઢડા પંથકમાં 1.4 ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. જેમાં બોટાદ ખાતે પ્રથમ તબક્કામાં જ 75% વરસાદ પડી ગયો હોવાનું જણાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા 6.3 ઈંચ મૂડી 5.3 સ્થાન ચુડા ચારથી પાંચ ઇંચ ચોટીલા વઢવાણ 2.2 ઇંચ લીંબડી ધ્રાંગધ્રા લખતર દસાડા પંથકમાં ઝાપટા થી માંડીને સવા ઈંચ વરસાદ પડી ગયો હતો.
જોડિયામાં 5.2 ઇંચ
જામનગર જિલ્લામાં જોડીયા 5.2 ઇંચ જામનગર શહેર 1.7 ધ્રોલ 1.4 કાલાવડ જામજોધપુર લાલપુર પંથકમાં પોણોથી સવા ઈચ વરસાદ પડી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ઉમરાળા, વલભીપુર પાંચ ઇંચ સિહોર 2.5 ભાવનગર ઘોઘા ગારીયાધાર પાલીતાણા તળાજા પંથકમાં જાગતાઠી માંડીને સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદર શહેરમાં સવા ઇંચ જ્યારે રાણાવાવમાં એક ઇંચ અને કુતિયાણામાં ઝાપટા વરસ્યા હતા.
ગાંધીધામમાં 3.5 ઈંચ
કચ્છમાં ગાંધીધામ 3.5 અંજાર નખત્રાણા ભચાઉ અબડાસા ભુજ રાપર પંથકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે લખપત અને મુન્દ્રામાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં શહેર માળીયા મીયાણા હળવદ વાંકાનેર ટંકારા પંથકમાં એક થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દેવભૂમિના કલ્યાણપુર દ્વારકા ખંભાળિયા પંથકમાં દોઢથી બે ઇંચ ભાણવડમાં અડધો ઇંચ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં માંગરોળ 1.6 ઇંચ જ્યારે માળીયાહાટીના મેંદરડા ભેસાણ કેશોદ માણાવદર વંથલી જુનાગઢ પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં શહેરમા દોઢ ઇંચ, લોધિકા પડધરી જેતપુર ઉપલેટા કોટડા સાંગાણી ધોરાજી જસદણ જામકંડોરણા વીંછીયા પંથકમાં ઝાપટા થી મળીને એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. અમરેલીના લાઠી લીલીયા અમરેલી શહેર બાબરા બગસરા પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ તેમજ ગીર સોમનાથના વેરાવળ પાટણ ઉના તાલાલા કોડીનાર પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
લીંબડી ભોગાવો-૧ ડેમ ઉપર સાડા આઠ ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની શાહી સવારીના આગમન સાથે પ્રથમ રાઉન્ડમાં જ જાણે અષાઢ મહિનો ચાલી રહ્યો હોય તેવો વરસાદ વરસી રહ્યો છે, ચોમાસના વિધિવત પ્રારંભ થયાના ત્રણ દિવસમાં સાત ડેમ ઓવરફ્લો થઇ ગયા છે જે સામાન્ય રીતે ચોમાસાના અંતિમ મહિનામાં ઓવરફ્લો થતા હોય છે. દરમિયાન રાજકોટ સિંચાઈ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં લીંબડી ભોગાવો-૧ ડેમ ઉપર સૌથી વધુ ૨૧૦ મીમી મતલબ કે સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વઢવાણ ભોગાવો-૧ ડેમ ઉપર ૧૫૫ મીમી (૬ ઇંચ), નિમભણી ડેમ ઉપર ૧૬૦ મીમી (૬.૫ ઇંચ) લીંબડી ભોગાવો-૧ (વડોદ) ડેમ ઉપર ૧૧૦ મીમી (૪.૫ ઇંચ) વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી ચોકડી નજીક બાપા સીતારામની મઢુલી અને ભીમનગરમાં માતાજીની ડેરીનું મધરાતે ડિમોલિશન
June 18, 2025 03:26 PMસાસણગીર રેલવે ટ્રેક ઉપર સિંહણને જોઇ જતા લોકો પાયલોટે ટ્રેનને બ્રેક મારી દીધી
June 18, 2025 03:21 PMવિજયભાઇ વિના રાજકોટ સુનું, પ્રાર્થનાસભામાં રેસકોર્સ ટૂંકું પડ્યું
June 18, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech