કુવાડવા રોડ પર ડા ટ્રાન્સપોર્ટનગરમાં ગેરકાયદેસર બી– ગ્રેડનુ ઈંધણ (વલનશીલ પ્રવાહી) બનાવી ડીઝલની અવેજીમા વેચવાના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કર્યેા છે. પોલીસે બે શખસોને ઝડપી લઇ ૧૯૦૦ લીટર શંકાસ્પદ વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સહિત .૩.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે.કબ્જે કરેલા પ્રવાહીના નમુના એફએસએલમાં મોકલ્યા છે. ચારેક મહિનાથી આ શખસો પિયા ૮૫ના લિટર લેખે ટ્રકચાલકોને આ પ્રવાહીનું વેંચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા દ્રારા શહેરમાં ગેરકાયદે વલનશીલ પદાર્થના ખરીદ–વેચાણ કે સંગ્રહ કરનારા શખ્સો વિધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હોઇ જે સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચૌધરીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન હેડકોન્સ. જયદીપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. મહિપાલસિંહ ઝાલાને સંયુકત બાતમી મળી હતી કે અગાઉ ગેરકાયદે બાયોડીઝલના વેચાણમાં પકડાયેલ મહેલમભાઇ ફિરોઝભાઇ ભારમલ નામનો વ્યકિત ડા ટ્રાન્સપોર્ટ નગરમાં થ્રીલોન રબર ઇન્ડસ્ટ્રીઝની સામેના ગોડાઉનમાં હાજર છે અને શંકાસ્પદ તથા ભેળસેળ યુકત પેટ્રોલિયમ વલનશીલ પદાર્થનો જથ્થો પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખી ખાનગી વાહનોમાં ઈંધણ તરીકે સપ્લાય કરે છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેલમભાઇ ફિરોજભાઇ ભારમલ–વ્હોરા, ઉં.વ. ૩૨, રહે. વ્હોરા સોસાયટી, વિસાવદર) અને રણજીતભાઇ કનુભાઇ ધાંધલ (ઉં.વ. ૨૫, રહે. રાધેશ્યામ સોસાયટી, હત્પડકો ચોકડી, રાજકોટ) નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ આરોપીઓ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇલેકટિ્રક ફયુઅલ પપં ઊભો કરી, વલનશીલ પેટ્રોલિયમ લિકિવડનો સંગ્રહ કરી ગ્રાહકોના –ાઇવેટ વાહનોમાં વેચાણ કરતા ઝડપી લીધા હતા.
પોલીસે ગોડાઉનમાંથી ૧,૬૧,૫૦૦ની કિંમતનું ૧૯૦૦ લીટર શંકાસ્પદ વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી, ા. ૭૦,૦૦૦ની કિંમતના ૨ પ્લાસ્ટિકના કન્ટેનર, ા.૩૫,૦૦૦ નો ૧ ઇલેકટિ્રક ફયુઅલ પપં તથા ા. ૪૦,૦૦૦ની કિંમતનું ૧ એપલ કંપનીનું લેપટોપ કબ્જે કબ્જે કર્યુ હતું. આ ઉપરાંત ૬,૦૦૦ની ૧ ઇલેકટિ્રક મોટર, ૧ કેલ્કયુલેટર, ઇલેકટિ્રક ફયુઅલ પંપના મીટર રીડીંગ લખેલી ૧ નોટબુક, ૯ નાની–મોટી ડાયરીઓ, વેપારની વિગતો દર્શાવતા ૩૪ કાગળો, ૧ ખાખી પૂઠા વાળી બીલ બુક તેમજ પ્લાસ્ટિક તથા કાચની ૬ નાની બોટલો મળીને કુલ ા. ૩,૧૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
પોલીસે જણાવ્યા મુજબ છેલ્લા ચારેક મહિનાથી આ રીતે ગેરકાયદે પ્રવાહીનું વેંચાણ થતું હતું. ડીઝલ કરતાં ઓછા ભાવે આ પ્રવાહી મળતું હોઇ ટ્રકચાલકો ડીઝલની અવેજીમાં ખરીદતાં હતાં. આ પ્રવાહીના નમુના એફએસએલમાં મોકલયાા છે.
આ કામગીરીમાં એસઓજી પીઆઇ એન.બી.ચૌધરી અને કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.એન.જાનીની રાહબરીમાં એસઓજીના હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ, જયદીપસિંહ ખુમાનસિંહ, કોન્સ. મહિપાલસિંહ પ્રવિણસિંહ, તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના કોન્સ. મહેશભાઇ રબારી, કુશલભાઇ જોષી, જયદીપભાઇ, અને પિન્ટુભાઇ સાથે રહ્યા હતાં. આ ઉપરાંત એફએસએલ અધિકારીઓરી જોષી, પુરવઠાના જાડેજા, તોલમાપ અધિકારી માતગં સહિતના પણ જોડાયા હતાં. આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ કરી રહી છે.