BREAKING NEWS

ટંકારાના લતીપર નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત

  • September 17, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ ટંકારાના લતીપર નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા બાઈક ચાલક મોટાભાઈનું ઘટના સ્થળે જ કણ મોત નીપયું હતું જયારે નાનાભાઈને ગંભીર ઇજા થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. બંને ભાઈઓ ધ્રોલ કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
બનાવની પ્રા વિગત મૂળ એમપીના અને હાલ મોરબીના ભડીયાદ ગામે રહેતા કુંવરીયા ભટુભાઈ કેરડીયા (ઉ.વ.૨૬), અને તેનો નાનો ભાઈ સુંદર (ઉ.વ.૨૪) બંને બાઇકમાં ધ્રોલ રહેતા નાનાભાઇના ઘરે જતા હતા ત્યારે લતીપર રોડ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને ઠોકર મારતા બંને યુવક ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. જેમાં મોટાભાઈ કુંવરીયાનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. કોઈએ ૧૦૮ને જાણ કરતા નાનાભાઈ સુન્દરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કયાં તેમની હાલત પણ ગંભીર જણાઈ રહી છે.
બનાવ અંગે ટંકારા પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ જરી કાર્યવાહી કરી નાશી છૂટનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application