BREAKING NEWS

કોડીનાર તાલુકા પંચાયતના સેકશન ઓફિસરનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • August 07, 2026 11:20 AM 

ગીર સોમનાથ જિલ્લ ાના કોડીનાર શહેરના ક્રિષ્નાપાર્ક સોસાયટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને કોડીનાર તાલુકા પંચાયતમાં સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય રાહત્પલભાઈ રસિકભાઈ પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં તાલુકા પંચાયત સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ મૂળ જૂનાગઢ જિલ્લ ાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામના રહેવાસી રાહત્પલભાઈ અંદાજે દોઢ મહિના પહેલાં જ કોડીનાર તાલુકા પંચાયત ખાતે અધિક ઇજનેર (સેકશન ઓફિસર) તરીકે ફરજ પર જોડાયા હતા અને કોડીનારના ક્રિષ્નાપાર્ક સોસાયટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
ગઇકાલે વહેલી સવારથી જ પરિવારજનો જૂનાગઢથી ફોન કરતા હતા, જે ના ઉપડતા તેમજ તપાસ કરતા નોકરી ઉપર પણ ના હાજર રહેતા તેમના રહેણાક મકાનની બારી ખોલી તપાસ કરતા રાહત્પલભાઈ ગળેફાંસો ખાઇ ગયેલી હાલત માં લટકતા જોવા મળતા આ ઘટનાની અંગે કોડીનાર પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી દરવાજો તોડી રાહત્પલભાઈનો મૃતદેહ ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી અલગ–અલગ નાની વિગતો સાથે લખાયેલી ત્રણ સ્યુસાઇડ નોટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, તેમાં પોતાના આ પગલા માટે પોતે જ જવાબદાર હોવાનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ કોમલ નામ તેમજ લવ શબ્દનો પણ ઉલ્લ ેખ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ સુધી મૃત્યુ પાછળનું કોઈ સ્પષ્ટ્ર કારણ સામે આવ્યું નથી. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, કોમલ નામની યુવતી સાથે રાહત્પલભાઈની સગાઈ થયેલી હોવાનું જાણવા મળે છે. જોકે આ ઘટનામાં તેનો કોઈ સંબધં છે કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટ્રિ થઈ નથી અને પોલીસ આ સહિત તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાહત્પલભાઈ પોતાના પરિવારના એકમાત્ર પુત્ર હતા. તેમના પિતા રસિકભાઈ નળ ફિટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં રાહત્પલભાઈ સિવાય બે પુત્રીઓ છે. પરિવારના આધારસ્તભં સમાન રાહત્પલભાઈના અકાળ અવસાનથી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ પોલીસે મૃતકના પરિવારજનો પાસેથી પણ જરી માહિતી મેળવી તપાસ આગળ વધારી છે. મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સ્યુસાઇડ નોટની વિગતવાર તપાસ તથા અન્ય પુરાવાઓના આધારે જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ્ર થઈ શકશે. હાલ આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ ઇન્સ્પેકટર એન.વી.હરિયાણી ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application