BREAKING NEWS

ટ્રમ્પની હારથી શેરબજારમાં ઝુમી ઉઠ્યું, સેન્સેક્સમાં 1621 પોઈન્ટ ઉછ્ળ્યો; 5 મિનિટમાં જ 7 લાખ કરોડ લોકોના ખિસ્સામાં

  • November 05, 2026 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં ટ્રમ્પની પાર્ટીની હારથી ભારતીય શેરબજારમાં તેજીનું તોફાન આવ્યું હતું. ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ઝૂમી ઉઠ્યું હતું. અમેરિકાના મિડટર્મ ચૂંટણીનાં પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનને મોટો પરાજય થતા તેની અસર વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી હતી. બીજી તરફ, ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાતાં ભારતીય શેરબજારને વેગ મળ્યો હતો. શેરબજાર ખુલતાની સાથે જ પાંચ મિનિટમાં 7 લાખ કરોડ રૂપિયા રોકાણકારના ખિસ્સામાં ઠલવાયા હતા.


વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ બજાર ખુલતાંની સાથે જ 1621 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો અને 78,922ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 432 પોઇન્ટની તેજી સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો અને 24,391ના સ્તરે ટ્રેડ થયો હતો. 


અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી હોવાના અહેવાલ છે. પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને 228 બેઠકો મળી હતી, જ્યારે રિપબ્લિકન પાર્ટી 139 બેઠકો પર સમેટાઈ હતી. પ્રતિનિધિ સભામાં બહુમતી મેળવવા માટે 218 બેઠકો જરૂરી હોય છે.

ટ્રમ્પની પાર્ટીની હાર બાદ અમેરિકાના શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. ખાસ કરીને ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. અમેરિકાના ચૂંટણી પરિણામો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોની સંયુક્ત અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. જેના કારણે કારોબારની શરૂઆતમાં જ રોકાણકારોમાં ઉત્સાહ છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application