રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તા.૧૧થી૧૯ ઓક્ટોબર સુધીમાં કુલ રૂ.૭૫.૭૩ કરોડની કિંમતના ૩,૦૬૮ વાહનોનું વેંચાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચને વ્હીકલ ટેક્સ પેટે રૂ.૧૫.૯૩ કરોડની આવક થઇ હતી. અલબત્ત, ગત વર્ષની તુલનાએ આ વર્ષે વાહન વેચાણમાં ૨૪ ટકા જેવો માતબર ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષે વાહનોમાં જીએસટી ઘટાડાનો લાભ મળતાં તા.૨૨થી ૩૦ સપ્ટેમ્બરમાં નવરાત્રી દરમિયાન રૂ.૭૬.૦૨ કરોડની કિંમતના કુલ ૪૦૫૪ વાહનો વેચાયા હતા, જ્યારે આ વર્ષે ઓછો વરસાદ છતાં ૭૫.૭૩ કરોડની કિંમતના ૩૦૬૮ વાહનો વેંચાયા છે. ગત વર્ષની તુલનાએ ૯૮૬ વાહન ઓછા વેંચાયા છે.
જો કે, આજે દશેરાના પાવન પર્વના દિવસે પણ ટુ વ્હીલર અને કારના શો રૂમ્સમાં ગ્રાહકી જોવા મળી હતી, રાજકોટવાસીઓએ આજે શુભમુહૂર્તમાં બપોર સુધીમાં જ ૫૦૦થી વધુ વાહનોની ખરીદી કરી હતી તો અમુકે અગાઉથી વાહન બુક કરાવી રાખ્યા હતા અને આજના શુકનવંતા દિવસે ડિલિવરી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન વેચાણની ઉપરોક્ત વિગત ફ્ક્ત રાજકોટ શહેરમાં થયેલા વેંચાણ અને રાજકોટવાસીઓએ ખરીદેલા વાહનોની જ છે.
શહેરમાં નવરાત્રી દરમિયાન થયેલ વાહન વેંચાણ
૧.ટુ વ્હીલર સીએનજી- ૬
૨.ટુ વ્હીલર પેટ્રોલ- ૨,૪૭૮
૩.થ્રી વ્હીલર (કોમર્શિયલ) સીએનજી- ૪
૪.થ્રી વ્હીલર (કોમર્શિયલ) ડીઝલ- ૮
૫.થ્રી વ્હીલર (પેસેન્જર) સીએનજી- ૧૧૫
૬.ફોર વ્હીલર (એલસીવી) સીએનજી- ૧૫
૭.ફોર વ્હીલર (એલસીવી) ડીઝલ- ૨૬
૮.ફોર વ્હીલર કાર(એલએમવી) સીએનજી- ૧૫૯
૯. ફોર વ્હીલર કાર (એલએમવી) ડીઝલ- ૬૮
૧૦.ફોર વ્હીલર કાર (એલએમવી) પેટ્રોલ- ૧૬૯
૧૧.ફોર વ્હીલર (એચસીવી) સીએનજી- ૪
૧૨.ફોર વ્હીલર (એચસીવી) ડીઝલ- ૧૨
૧૩.સિક્સ વ્હીલર (એચસીવી) ડીઝલ- ૨
૧૪. અન્ય એચસીવી ડીઝલ- ૧
૧૫. ટ્રેક્ટર ટ્રોલી અન્ય- ૧
કુલ વાહન વેંચાણ સંખ્યા ૩૦૬૮
કુલ વાહન કિંમત રૂ.૭૫.૭૩ કરોડ
મ્યુનિસિપલ વ્હીકલ ટેક્સ આવક રૂ.૧.૫૯ કરોડ