કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા બિલ પર બોલતા વર્તમાન શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ગર્ભવતી મહિલાના કેસમાં આરોપીની મુક્તિ પર પોતાની સંમતિ અને ખુશી વ્યક્ત કરનાર વ્યક્તિને આ પદ પર નિયુક્ત કરવામાં આવી છે.
જ્યારે શાસક પક્ષે પ્રિયંકાના નિવેદન પર સવાલ ઉઠાવ્યા, ત્યારે તેમણે કહ્યું કે તે અખબારોમાં હતું. ત્યારબાદ શાસક પક્ષે કોંગ્રેસના નેતાને તેમના નિવેદનને સાબિત કરવા કહ્યું. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ હસ્તક્ષેપ કરતા કહ્યું કે પ્રિયંકાએ આવા નિવેદનો ન કરવા જોઈએ.
પ્રિયંકાએ કહ્યું, ફાસ્ટ ટ્રેક કોર્ટનો રેકોર્ડ પહેલાંથી જ ખરાબ છે. કાલની કાર્યવાહીમાં CBI ન પહોંચી. સંસદ વિપક્ષને દોષિત ઠેરવવાથી કામ નહીં ચાલે. Gen Zનો વિશ્વાસ જીતવો હોય તો પ્રધાનમંત્રી જી, નવા એંગલથી વીડિયો બનાવવાથી કામ નહીં ચાલે.
PM મોદીએ કેમેરાનો એંગલ નહીં, દિલનો એંગલ બદલવો પડશે
તેઓ આગળ બોલ્યા, દેશના નવયુવાનો ન્યાય માગી રહ્યા છે, ભીખ નહીં. તેઓ સરકાર પાડી દેવા નહીં, પણ પોતાનો વિશ્વાસ બચાવવા આવ્યા છે. સરકાર પોતાની દાનત સુધારે, પોતાની અહમ-અક્કડની સારવાર કરે અને વચનોનું પાલન કરે. આપના શાસનમાં અમે મોટી મોટી ચોરીઓ જોઈ છે. ચૂંટણીમાં વોટની ચોરી, રામ મંદિરમાં દાન-ચંદાની ચોરી, ખેડૂતોની જમીનની ચોરી..."