BREAKING NEWS

શ્રાવણ વદ બીજના પાવન દિવસે શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શૃંગાર’

  • August 31, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ 'સૂર્ય દર્શન શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં પ્રાચીન કાળમાં "દ્વાદશ આદિત્ય" એટલે કે ૧૨ સૂર્યમંદિરોનો ઐતિહાસિક અને તેજસ્વી વૈભવ દૈદીપ્યમાન હતો. આ ક્ષેત્ર સૂર્ય ઉપાસના અને વૈજ્ઞાનિક ચેતનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે આ પાવન ભૂમિને શાસ્ત્રોમાં "પ્રભાસ" નામ અપાયું છે—અર્થાત્ જ્યાં દિવ્ય પ્રકાશ સતત ઝળહળે છે.
આજના પાવન અવસરે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તેમજ વિવિધ પુષ્પો વડે સૂર્યની ભવ્ય પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ અલૌકિક શૃંગાર માટે ૧૦૦ કિલોથી વધુ ગુલાબ, ગલગોટા તેમજ અન્ય પવિત્ર સુગંધી પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શૃંગાર માત્ર નયનરમ્ય જ નહીં, પરંતુ ગહન શાસ્ત્રીય મહત્વ પણ ધરાવે છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને તેમનું તેજ સમસ્ત સૃષ્ટિને પ્રાણશક્તિ પ્રદાન કરે છે. આ સમસ્ત તેજનો મૂળ સ્ત્રોત અને આધાર દેવાધિદેવ મહાદેવ છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શિવત્વ વિના જીવનનું સ્પંદન કે ચેતનાનો ઉદય શક્ય નથી. જે રીતે સૂર્ય બાહ્ય અંધકારને દૂર કરે છે, તે જ રીતે ભગવાન શિવ અંતરના અજ્ઞાન, અહંકાર અને માયાનો નાશ કરે છે.
આ શૃંગાર શિવ અને સૂર્ય વચ્ચેના શાશ્વત તત્ત્વનું પ્રતીક બની રહ્યો, જેણે પ્રભાસ ક્ષેત્રમાં દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને દિવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application