BREAKING NEWS

શ્રીલંકામાં વીઝા નિયમોના ઉલ્લંઘન પર મોટી કાર્યવાહી, 3 ભારતીયો સહિત 21 વિદેશીઓની અટકાયત

  • November 03, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીલંકામાં વીઝાની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર રીતે રોકાઈ રહેલા 21 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 3 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકા પોલીસના જણાવ્યા અનુસાર, તેમના સેન્ટ્રલ ક્રાઇમ બ્યુરો દ્વારા સોમવારે મોડી રાત્રે કોલંબોના મધ્ય ભાગમાં આવેલા મરાદાના વિસ્તારમાં દરોડા પાડીને આ તમામ વિદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.


ધરપકડ કરાયેલા 21 વિદેશીઓમાં 12 ચીની નાગરિકો (જેમાં 2 મહિલાઓ સામેલ છે), 6 બાંગ્લાદેશી અને 3 ભારતીય નાગરિકો સામેલ છે. પોલીસ દ્વારા આ તમામ લોકોને આગળની કાનૂની કાર્યવાહી અર્થે અદાલતમાં રજૂ કરવામાં આવશે. જોકે, પોલીસે હાલ ધરપકડ કરાયેલા લોકો અંગે વધુ વિગતો જાહેર કરી નથી.


​​​​​​​ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા વીઝા નિયમોનો ભંગ કરનારા અનેક વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ પણ પ્રવાસી (ટૂરિસ્ટ) વીઝા પર શ્રીલંકામાં રહીને સાયબર છેતરપિંડી અને ઓનલાઇન કૌભાંડોમાં સંકળાયેલા અનેક ચીની અને અન્ય દેશોના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application