ગાંધીનગર જિલ્લાના અડાલજ પાસે ઝુંડાલ નજીક, સ્વામિનારાયણ ફાર્મ અને અન્નપૂર્ણા મંદિરની પાછળ આવેલ 'હીરામણિ આરોગ્યધામ' (જનસહાયક ટ્રસ્ટ) દ્વારા લોકો માટે એક જ છત હેઠળ રાહતદરે અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી અને હોમિયોપેથીનો સુભગ સમન્વય જોવા મળે છે, જ્યાં દર્દીઓને નિષ્ણાત ડૉક્ટરનું કન્સલ્ટેશન અને અન્ય અદ્યતન સુવિધાઓનો લાભ મળે છે.
આરોગ્યધામ ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર, અદ્યતન ડાયાલિસિસ સેન્ટર તેમજ હીરામણિ બ્લડ સેન્ટર જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, લેબોરેટરી ટેસ્ટ માટે અદ્યતન સગવડ છે જ્યાં બ્લડ અને યુરિન ટેસ્ટ ઘર બેઠા પણ કરાવી શકાય છે. વિશેષ બાબત એ છે કે અહીં લેબોરેટરી ટેસ્ટના દર એસોસિએશન દ્વારા નિયત થયેલ દરોથી ૫૦% જેટલા ઓછા રાખવામાં આવ્યા છે અને રિપોર્ટ વોટ્સએપ દ્વારા મોબાઈલ પર મોકલી આપવામાં આવે છે. લેબોરેટરી ટેસ્ટ માટેના વિઝિટ ચાર્જ અંતર મુજબ ખૂબ જ નજીવા રાખવામાં આવ્યા છે, જેમાં ૧ થી ૫ કિલોમીટર સુધી માત્ર રૂ.૫૦, ૫ થી ૧૦ કિલોમીટર સુધી માત્ર રૂ. ૧૦૦ અને ૧૦ થી ૨૫ કિલોમીટર સુધી માત્ર રૂ. ૨૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે દર્દીઓ કે તેમના પરિવારજનોએ 89808 03472 નંબર પર સંપર્ક કરવાનો રહેશે
દવાઓની ખરીદી પર પણ વિશેષ છૂટ આપવામાં આવે છે, જેમાં જૈનરિક દવાઓની કિંમત પર ૬૦% સુધીનું અને સ્ટાન્ડર્ડ/બ્રાન્ડેડ દવાઓની કિંમત પર ૧૫% સુધીનું ડિસ્કાઉન્ટ ઘર બેઠા મળી રહે છે. અહીં એલોપેથીની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથીની દવાઓ પણ ઉપલબ્ધ છે. આ માટે દર્દીઓ કે તેમના પરિવારજનોએ 92740 81177 નંબર પર સંપર્ક કરવાનો રહેશે આ તમામ સેવાઓનો વધુમાં વધુ લોકો લાભ લે અને પોતાના પરિવારજનો તથા મિત્રો સુધી આ માહિતી પહોંચાડે તેવી નમ્ર અપીલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. વરુણ અમીન દ્વારા કરવામાં આવી છે.