BREAKING NEWS

ફેન્સી અને નંબર વગરના વાહનો સામે ગુજરાત પોલીસની લાલ આંખ: 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ અને 4 હજારથી વધુ વાહનો ડિટેઇન

  • September 22, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ તા. ૧લી સપ્ટેમ્બરથી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ તા. ૧ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ ૧૮,૦૧૪ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ ૪,૧૮૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૫૮.૫૬ લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં ૧,૭૮૬, વડોદરા શહેરમાં ૧,૯૫૯ અને બનાસકાંઠામાં ૧,૩૬૩ કેસ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાશ્રીની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી શ્રી વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને દેખાય તેવી જ નંબર પ્લેટ લગાવે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી કે સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ કાયદાકીય દંડ અને શિક્ષાને પાત્ર છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વિશેષ ઝુંબેશ વધુ કડકાઈથી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News