BREAKING NEWS

ચિંતાજનક...સ્કૂલમાં વોલીબોલ રમતો ધો.12નો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, હાર્ટ થંભી જતા મોત, એકનો એક પુત્ર ખોતા પરિવારમાં આક્રંદ

  • November 24, 2025 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં હાર્ટ થીજી જવાની ઘટનામાં લોકોના મોત થવાના બનાવ વધુ બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવકનું હાર્ટ થંભી ગયાનો બનાવ સામે આવો છે. સાંજેના સમયે એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતી વખતે 18 વર્ષીય યુવક એકાએક ઢળી પડતા તાકીદે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ બેભાન હાલતમા જ દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.


વોલીબોલ રમતો હતો ને અચાનક ઢળી પડ્યો

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ પ્લેટિનિયમ હેરિટેજ નામના બિલ્ડિંગમાં રહેતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી (ઉં.વ.18)નો યુવાન રવિવારે સાંજે એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતો હતો ત્યાં અચાનક બેભાન થઇ જતા સાથી છાત્રો સહિતના પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ શાંતિ હોસ્પિટલએ દોડી ગયા હતા. જ્યાં હાજર તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારજનો અને મિત્રોમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો હતો.


એકના એક પુત્રના મોતથી વાછાણી પરિવાર પર આભ ફાટ્યું

મૃતક આદિત્ય એસએનકે સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતો હતો. અને પિતા અલ્કેશભાઈ મેટોડામાં ફેક્ટરી ધરાવે છે. ગઇસાંજે મિત્રો સાથે વોલીબોલ રમવા સ્કૂલના ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા ત્યારે બેભાન થઈ ગયો હતો. કોઈ બીમારી પણ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું. ક્યાં કારણથી મૃત્યુ થયું છે એ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. એકના એક પુત્રના મોતથી વાછાણી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News