પંજાબના તરનતારનમાં, એક કાયદાના વિદ્યાર્થીએ ક્લાસની અંદર તેની સાથે અભ્યાસ કરતી એક છોકરીને ગોળી મારીને હત્યા કરી દીધી. આરોપીએ બીજી જ ક્ષણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટના ક્લાસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો બે છોકરીઓને બોલાવે છે અને છેલ્લી બેન્ચ પર લઈ જાય છે. તે બંને છોકરીઓ સાથે વાત કરે છે અને વાતચીત પૂરી કર્યા પછી તરત જ, બંને છોકરીઓ ત્યાંથી જવા લાગે છે. આ દરમિયાન, છોકરો તેની બેગમાંથી પિસ્તોલ કાઢે છે અને એક છોકરીને ગોળી મારી દે છે. બીજી જ ક્ષણે, તે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લે છે.
પોલીસને શંકા છે કે યુવકે વેલેન્ટાઈન વીકમાં 8 ફેબ્રુઆરીએ વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરી દીધો. જ્યારે વિદ્યાર્થિની રાજી ન થઈ તો વિદ્યાર્થીએ આ પગલું ભર્યું.
છોકરાએ પહેલા છોકરીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી અને પછી પોતાને ગોળી મારી દીધી. તેમની વચ્ચે રહેલી ત્રીજી છોકરી પ્રતિક્રિયા આપે તે પહેલાં જ બે લોકોના જીવ ગયા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તે પહેલા ભાગવાનો પ્રયાસ કરે છે અને પછી તેના મિત્રને બચાવવા માટે દોડી જાય છે, પરંતુ તે પહેલાથી જ બેન્ચ પર પડી ગઈ હતી. આથી, તે તેને છોડીને ભાગી જાય છે.
વર્ગખંડમાં નાસભાગ મચી બેવાર ગોળીબારનો અવાજ આવતાની સાથે જ વર્ગખંડમાં નાસભાગ મચી જાય છે. વીડિયોમાં એક છોકરી અવાજ ક્યાંથી આવે છે તે જોવા માટે ઘટનાસ્થળે દોડી જાય છે, પરંતુ પિસ્તોલ અને લોહી જોઈને તે ચીસો પાડીને ભાગી જાય છે. ગોળીબારનો અવાજ સાંભળતા જ વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ પોતાનો સામાન છોડીને બહાર દોડી જાય છે.
પોલીસે તપાસ શરૂ કરી
મૃતક છોકરીની ઓળખ નૌશેરા પન્નુઆનની રહેવાસી સંદીપ કૌર તરીકે થઈ છે. ગોળીબાર કરનાર છોકરાની ઓળખ માલિયાણ ગામનો રહેવાસી પ્રિન્સ રાજ તરીકે થઈ છે. હત્યાનો હેતુ હજુ સુધી બહાર આવ્યો નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઘટના ઉસ્મા ગામની લો કોલેજમાં બીજા સેમેસ્ટરના બી વિભાગમાં બની હતી.