તલાટી કમ મંત્રીઓના જોબચાર્ટ અને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત
તલાટી કમ મંત્રીઓના જોબચાર્ટ અને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત
August 12, 2026 02:41 PM
રાજકોટ જિલ્લાના પરા પીપળિયા ગામના પાટીયાથી એઈમ્સ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર ગોલાઈ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની તાત્કાલિક મરામત કરવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન એન. ચાવડા દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ માર્ગ-મકાન વિભાગ દ્વારા રસ્તાની મરામત કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, પરા પીપળિયા ગામના પાટીયાથી એઈમ્સ હોસ્પિટલ જવાના માર્ગ પર ગોલાઈ સુધીનો રસ્તો વરસાદના કારણે અત્યંત બિસ્માર બની ગયો છે. રસ્તા પર ખાડા પડી જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને એઈમ્સ હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે નાગદાન ચાવડાની રજૂઆતના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી તા. ૧૩ ઓગસ્ટથી રસ્તાની મરામત કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરી માર્ગને વાહનચાલકો માટે સુગમ બનાવવામાં આવશે તેમ જણાવાયું છે. બીજી તરફ પરા પીપળિયાથી એઈમ્સ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર રેલવે અંડરબ્રિજની ડિઝાઇન મંજૂર કરવા અંગે રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા અગાઉની મંજૂરીની કામગીરીમાં થોડો વિલંબ થયો હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જોકે હવે આગામી સમયમાં ઝડપથી કામગીરી હાથ ધરાશે તેવી રેલવે વિભાગે ખાતરી આપી છે. માર્ગની મરામતની ખાતરી મળતાં રજૂઆતકર્તા દ્વારા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે.