ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ઝગમગતી અને રંગીન દુનિયા બહારથી જેટલી આકર્ષક દેખાય છે, અંદરથી એટલી જ અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે. અહીં
સફળતા કે સ્ટારડમની કોઈ ગેરંટી નથી હોતી. એક નાનકડી ભૂલ કે આર્થિક ફટકો માણસને રાતોરાત આસમાનથી જમીન પર પટકી દે છે.ભારતીય સિનેમાના ઇતિહાસમાં એવા અનેક કલાકારો થયા છે જેમણે પોતાના સમયમાં અપરંપાર લોકપ્રિયતા મેળવી, પણ જિંદગીના આખરીપડાવમાં તેઓ ગુમનામી અને મજબૂરીના અંધકારમાં ધકેલાઈ ગયા.આવી જ એક હૃદયદ્રાવક અને આંખ ઉઘાડનારી વાર્તા છે દક્ષિણ ભારતીય સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર, નિર્માતા અને નિર્દેશક મોહન શર્માની. એક સમયે તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમા પર જેમનું રાજ હતું, તે મોહન શર્મા આજે ચેન્નાઈના એક ઓલ્ડ એજ હોમમાં બીમારીઓ અને એકલવાયાપણું વેઠી રહ્યા છે. જે માણસે ડઝનબંધ ફિલ્મોનું નિર્માણ કર્યું અને ૧૦૦થી વધુ ફિલ્મોમાં મુખ્ય અદાકાર તરીકે કામ કર્યું, આજે તેઓ પોતાની દવાઓના માસિક ખર્ચ માટે પણ બીજા પર નિર્ભર છે.
મોહન શર્મા માત્ર એક અભિનેતા જ નહોતા, પરંતુ સિનેમાના ઊંડા જાણકાર હતા. પોતાના સફળ કરિયર દરમિયાન તેમણે લગભગ ૨૦ ફિલ્મોનું નિર્માણ કર્યું અને ૧૦0થી વધુ ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે અભિનયના ઓજસ પાથર્યા. આ સિવાય, તેમણે વિવિધ ભાષાઓની ૫૦થી વધુ ફિલ્મોમાં મજબૂત ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી. સિને જગતમાં તેમનું કદ એ વાતથી સમજી શકાય કે તેઓ દક્ષિણ ભારતની ચારેય મુખ્ય ભાષાઓ—તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ફિલ્મો બનાવનારા પ્રથમ નિર્માતા બન્યા હતા. એક ફિલ્મનું બજેટ ધારણા કરતાં ઘણું વધી ગયું. જે પ્રોજેક્ટનું બજેટ 1.25 કરોડ રૂપિયા રખાયું હતું, તેનો ખર્ચ વધીને 2 કરોડ રૂપિયાને વટાવી ગયો. થિયેટર રીલીઝ, પ્રમોશન અને પોસ્ટરોના ખર્ચને પહોંચી વળવા માટે મોહન શર્માને ભારે દેવું કરવું પડ્યું. આ દેવાના ડુંગરને ઉતારવા માટે તેમણે પોતાના જીવનની સૌથી કિંમતી સંપત્તિ—ચેન્નાઈના પોશ વિસ્તાર પોએસ ગાર્ડનમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચવો પડ્યો. પોએસ ગાર્ડન એ જ વિસ્તાર છે જ્યાં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેત્રી જે. જયલલિતાનું નિકેતન આવેલું હતું. મોહન શર્માએ જણાવ્યું કે તેમણે જયલલિતાની સલાહ પર જ ત્યાં ઘર ખરીદ્યું હતું.આર્થિક તંગીની વચ્ચે બીમારીઓએ મોહન શર્માની કમર તોડી નાખી. પગમાં ગઠન (ગ્રોથ) થવાના કારણે તેમની સર્જરી થઈ, જેના લીધે તેમનું હરવા-ફરવાનું બંધ થઈ ગયું. આ સિવાય લિગામેન્ટ ટીયરની સર્જરી અને સારવારમાં જ તેમના ૪-૫ લાખ રૂપિયા વપરાઈ ગયા. હાલમાં તેઓ વર્ટિગો, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સામે ઝૂઝી રહ્યા છે. તેમણે રોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર દવાનો ખર્ચ જ દર મહિને લગભગ ૩૫,૦૦૦ રૂપિયા થાય છે. જ્યારે તેમની પાસે દવાઓ ખરીદવાના પણ પૈસા ન રહ્યા, ત્યારે રુચિ ધરાવતા રેટરી ક્લબના તેમના કેટલાક મિત્રોએ (જેઓ ઓલ્ડ એજ હોમના ટ્રસ્ટી હતા) તેમને ત્યાં રહેવા જવાની સલાહ આપી. આવા કઠિન આર્થિક અને શારીરિક સંકટ સમયે મોહન શર્માને જે વ્યક્તિનો સૌથી મોટો આશરો મળ્યો, તે છે દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર