BREAKING NEWS

સુરતમાં પોલીસ દેવદૂત બનીઃ સ્કૂલમાં ફસાયેલા 37 બાળકો સહિત 49 લોકોનું રેસ્ક્યૂ

  • July 07, 2026 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસની સરાહનીય અને બહાદુરીભરી કામગીરી સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા આદર્શ નિર્વાસિત શાળામાં પૂરના પાણી ઘૂસી જતાં શાળાના માસૂમ બાળકો અને સ્ટાફના સભ્યો અટવાઈ પડ્યા હતા. આ કપરી પરિસ્થિતિની જાણ થતાં જ સરથાણા પોલીસ મથકના જવાનો પોતાના જીવના જોખમે તાત્કાલિક મદદે દોડી ગયા હતા. પોલીસ જવાનોએ ઘૂંટણસમા પૂરના પાણી વચ્ચે દોરડાની મદદથી અત્યંત મુશ્કેલ ઓપરેશન પાર પાડીને એક-એક કરીને તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આ સફળ રેસ્કયૂ ઓપરેશન દરમિયાન શાળાના 37 બાળકો અને 12 સ્ટાફના સભ્યો સહિત કુલ 49 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુસીબતના સમયે દેવદૂત બનીને આવેલા સુરત પોલીસના આ માનવતાવાદી કાર્યની સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application