લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે આજે ગિરનાર પર્વત ઉપર લઘુત્તમ તાપમાન માત્ર 5.5 ડિગ્રી નોંધાયું છે઼ નલિયામાં ગઈકાલની માફક આજે પણ લઘુતમ તાપમાન સાત ડીગ્રી રહેવા પામ્યું છે. વડોદરા ભાવનગર ભુજ ડીસા કંડલા ઓખા પોરબંદર માં લઘુતમ તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ સામાન્ય ઉચકાયો છે જ્યારે અમદાવાદ અમરેલી રાજકોટ સુરત અને વેરાવળમાં લઘુતમ તાપમાન નીચે ગયું છે. નલિયામાં ગઈકાલે અને આજે એક સરખું સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમરેલીમાં 11.6 ડિગ્રી
લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે આજે પણ ઠાર અને ઠંડા પવનનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા પણ વધી ગઈ છે. આજે અમરેલીમાં 11.6, ભાવનગરમાં 15.2, ભુજમાં 11.2, દ્વારકામાં 14.1, કંડલામાં 14, નલિયામાં 7, ઓખામાં 18, પોરબંદરમાં 12.5, રાજકોટમાં 10.5, જૂનાગઢમાં 10.5, ભવનાથ તળેટીમાં 8.5, સુરતમાં 14.6, વેરાવળમાં 14.7, અમદાવાદમાં 12.8, વડોદરામાં 13.8, ડીસામાં 11.3 અને સુરતમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
આવતીકાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી વરસાદનો વ્યાપ વધે તેવી પણ શક્યતા
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઉપરા ઉપરી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ માં તોફાની પવન સાથે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આવતીકાલ તારીખ 30ના રોજ વધુ એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તે સમગ્ર નોર્થ ઈસ્ટના રાજ્યોને પ્રભાવિત કરશે. અત્યારે આંદામાન નિકોબાર અરુણાચલ આસામ મેઘાલય બંગાળ સિક્કિમ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ રાજસ્થાન મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં વરસાદ પડે છે. તારીખ 30 ના એટલે કે આવતીકાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી વરસાદનો વ્યાપ વધે તેવી પણ શક્યતા છે.