BREAKING NEWS

બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત, 50 થી વધુ વાહનો અથડાતા 12 લોકોના મોત

  • November 10, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બલ્ગેરિયામાં મંગળવારે એક અત્યંત દર્દનાક અને ભીષણ અકસ્માત સર્જાયો છે. સમાચાર એજન્સી એપી (AP) ના અહેવાલ મુજબ, પૂર્વ બલ્ગેરિયાના એક મોટરવે પર ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે અસંખ્ય વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ ગયા હતા. આ ગંભીર શ્રેણીબદ્ધ અકસ્માતોમાં ઓછામાં ઓછા 12 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 46 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રી કાત્યા ઇવકોવાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાઓ રાજધાની સોફિયાને કાળા સમુદ્રના બંદરગાહ બુર્ગાસ સાથે જોડતા મુખ્ય મોટરવે પર ઘટી હતી, જ્યાં અતિશય ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી અને બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

મોટરવે પર વાહનોના ખડકલા થયા
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાઇટર અને એમ્બ્યુલન્સ કર્મચારીઓ ઝડપથી A1 હાઇવે પર સ્થળ પર પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાઇવેની 6 લેન પર કાર અને ટ્રક એકબીજા સાથે અથડાઈને ફસાઈ ગયા છે. અનેક વાહનો કચડાઈ ગયા છે, પલટી ખાધા છે અથવા રોડની સાઈડમાં ખાડામાં જઈને પડ્યા છે.


​​​​​​​


50 થી વધુ વાહનો અથડાયા
આ ભયાનક અકસ્માતોના કારણે તંત્રએ તાત્કાલિક ધોરણે હાઇવેને બંને બાજુથી બંધ કરી દીધો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ માહિતી આપી હતી કે અકસ્માતમાં 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 લોકોએ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application