BREAKING NEWS

ફરી પહેલગામ જેવો હુમલો: કુલગામમાં નામ પૂછીને આતંકીઓએ બે મજૂરને ગોળી ધરબી

  • August 01, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત વર્ષે મેં મહિનામાં પહેલગામમાં જે રીતે પર્યટકોના નામ પૂછીને બાદમાં આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું અદ્લોઅદ્લ તે જ રીતે ફરી એકવાર જમ્મુ કાશ્મીરના કુલગામમાં હુમલો કરવામાં આવ્યો છે. પહેલા આતંકવાદીઓએ મજુરોના નામ પૂછ્યા અને પછી બન્નેને ભડકે દઈ દીધા. ઈંટના ભઠ્ઠામાં કામ કરતા છત્તીસગઢના બે કામદારો પર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું અને આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટએ લીધી છે.

દરમિયાન, સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલા બાદ ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન તીવ્ર બનાવ્યું છે.

રાત્રે લગભગ 8:15 વાગ્યે, કુલગામના કેલમ વિસ્તારમાં બે આતંકવાદીઓએ એક ઈંટના ભઠ્ઠામાં ધસી ગયા હતા. અહેવાલ મુજબ, તેઓએ બે કામદારો પાસેથી તેમના નામ પૂછ્યા અને પછી નજીકથી ગોળીબાર કર્યો. બંને કામદારો નજીકમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

બંને કામદારો ગોળીબાર થયા બાદ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા, અને આતંકવાદીઓ, તેમને મૃત માનીને ભાગી ગયા. આતંકવાદીઓ ગયા પછી, તેમના સાથીઓએ સ્થાનિક લોકોની મદદથી લોહીલુહાણ થયેલા કામદારોને અનંતનાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ઉમા શંકરના પુત્ર દીપક રાત્રે ને મૃત જાહેર કર્યો જયારે અન્ય એક ઘાયલ કામદાર, દશરથના પુત્ર ભૂપેન્દ્રનું પણ મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું

મોડી રાત્રે, ભૂપેન્દ્રને વધુ સારી સારવાર માટે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. દીપકને છાતીમાં અને ભૂપેન્દ્રને પેટમાં ગોળી વાગી હતી. નવ દિવસમાં કાશ્મીરમાં આ બીજો લક્ષિત હુમલો છે.

આ પહેલા 22 જુલાઈના રોજ અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ શ્રી અમરનાથ યાત્રા ફરજ પરના એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ આ વર્ષે આ બીજો મોટો હુમલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application