BREAKING NEWS

રાજકોટના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેકટરે ૬૦ પ્રશ્નો સાંભળ્યા

  • September 24, 2026 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાનો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગઈકાલે કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશ એ અરજદારોના કુલ ૬૦ પ્રશ્નો સાંભળ્યા હતા. જોકે આ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડો મોડો શરૂ થયાનો આક્ષેપ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયો છે.મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ દર મહિને કલેકટર કચેરી ખાતે યોજવામાં આવતો હોય છે. આ કાર્યક્રમમાં લોકો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કલેકટર સમક્ષ કરવામાં આવતી હોય છે. ગત તારીખ ૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ વાગે રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્તમાન મહિનાના ૫૪ અને ગત મહિનાના ૬ એમ કુલ ૬૦ પ્રશ્નો કલેકટરે સાંભળ્યા હતા. જેમાં દબાણ, પંચાયત, જમીન માપણી, રોડ રસ્તા, લાઈટ સહાય, ગંદકી, સાફસફાઈ અને આરટીઓ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રજૂ કરવામાં આવેલા પ્રશ્નો મોટાભાગે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો હતા. જોકે ગત રોજ યોજાયેલી આ બેઠક નિર્ધારિત સમય કરતા થોડી મોડી શરૂ થયાનો આક્ષેપ લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યું છે કે, બેઠક મોડી શરૂ થવાથી અરજદારોના સમયનો વ્યય થયો હતો. જોકે આ બેઠક મોડી શરૂ થવા પાછળના કારણમાં રાજ્યના મંત્રી દ્વારા તત્કાલ કોઈ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હોવાનું જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application