BREAKING NEWS

ગણપતિ બાપ્પાની ભકિતમાં રંગાયો જેઠાણી પરિવાર

  • September 19, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ચારે ખૂણે ગણેશોત્સવનો માહોલ જોવા મળે છે. મુખ્ય માર્ગેા પર ગણેશ પંડાલો ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે. જેમકે કાશી વિશ્વનાથની થીમ, દ્રારકાધીશ અને તિરૂપતિના રૂપમાં ગણપતિ બિરાજેલા છે. પંડાલોમાં આયોજકો દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે જેમ કે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,ક્લે આર્ટ, પાણીપુરી સ્પર્ધા, લોક ડાયરો, સંગીત સંધ્યા વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, વડીલોને ભોજન અને ભેટ વગેરે જેવા સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
શહેરમાં ગણેશોત્સવની ભકિતમય માહોલ વચ્ચે વિવિધ ગણપતિ પંડાલોમાં શ્રદ્ધાળુઓ દ્રારા બાપ્પાના દર્શન અને આરતીનો લાભ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આજકાલ સંધ્યા દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, વંશીકાબેન જેઠાણી, સહજ જેઠાણી, સમર જેઠાણી તથા મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને યાનાબેન જેઠાણી સાથે જે.કે. ચોકના રાજા ગણપતિજીના દર્શને પહોંચ્યા હતા.આ પ્રસંગે જેઠાણી પરિવાર દ્રારા શ્રદ્ધાભેર ગણપતિજીની આરતી ઉતારી બાપ્પાના દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. ગણપતિજી સમક્ષ પરિવારની સુખ–શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ દરમિયાન જે.કે. ચોકના રાજાના આયોજકો દ્રારા જેઠાણી પરિવારને ગણપતિજીની પ્રતિમા ભેટ સ્વપે અર્પણ કરવામાં આવી હતી. જે કે ચોકમાં કાશી વિશ્વનાથની થીમમાં ભગવાન ગણેશના દર્શન કરીને જેઠાણી પરિવારે ધન્યતા અનુભવી હતી.
ત્યારબાદ જેઠાણી પરિવાર ચમત્કારિક ધામ ખાતે પણ પહોંચ્યો હતો. ત્યાં દુંદાળા દેવ ગણપતિજીની આરતી ઉતારી ભકિતભાવપૂર્વક દર્શન કર્યા હતા. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદ અને ગણપતિ બાપ્પાના જયઘોષથી ભકિતમય બની ગયું હતું.ચમત્કારિક ધામ ખાતે પણ જેઠાણી પરિવાર દ્રારા દુંદાળા દેવની આરતી ઉતારી દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ ભગવાન ગણેશજીના ચરણોમાં પરિવારની સુખ–શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ તથા સવાગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.ગણેશોત્સવ દરમિયાન જેઠાણી પરિવારની આ ધાર્મિક ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યું હતું. ભકિત અને શ્રદ્ધા સાથે ગણપતિજીના દર્શન કરી પરિવારજનોએ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application