BREAKING NEWS

40 વર્ષ જૂના 1.31 કરોડના બાકી લેણાની વસુલાત, કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે રાજકોટ RTO કચેરીએ પહોંચ્યા જપ્તી કરવા

  • November 23, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રીગલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 1982માં સરકારને પૂરા પાડેલા ઓટોમેટિક વે-બ્રિજના બાકી પેમેન્ટ અને વ્યાજ સહિત રૂ.1.31 કરોડની વસૂલાત માટે 40 વર્ષ લાંબી કાનૂની લડત બાદ રાજકોટની સિવિલ અદાલતે જપ્તી વોરંટ કાઢ્યું છે. આ વોરંટની અમલવારી માટે કોર્ટના અધિકારીઓ સાથે અરજદાર રાજકોટ RTO કચેરી ખાતે પહોંચ્યા હતા.


અરજદાર વિજય જમનભાઈ વડાલિયાના જણાવ્યા મુજબ, તેમણે 1982માં સરકારને બે ફુલ્લી ઓટોમેટિક વે-બ્રિજ સપ્લાય કર્યા હતા. ત્યારથી બાકી રહેલા પેમેન્ટ માટે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.આ મામલે રાજકોટ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી 40 વર્ષ સુધી ન્યાયિક કાર્યવાહી ચાલી હતી. વિવિધ સ્તરે સરકારની અપીલ ફગાવાયા બાદ 2024માં ગુજરાત હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ એક્ટ અને ઇન્ટરેસ્ટ એક્ટ મુજબ વ્યાજ સહિત બાકી રકમ ચૂકવવાનો આખરી આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ અનુસાર અરજદારના એડવોકેટ વી.કે. પીઠવા મારફતે સ્પેશિયલ દિવાની દરખાસ્ત દાખલ કરાઈ હતી. અત્યાર સુધીની વ્યાજ સહિતની કુલ વસૂલાતપાત્ર રકમરૂ.1,31,88,992 થાય છે.


અગાઉ અનેક રજૂઆતો છતાં પેમેન્ટ ન થતા રાજકોટ સિવિલ કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું છે. સરકારની પ્રાદેશિક કચેરી તરીકે રાજકોટ RTOમાં કાર્યવાહી માટે ટીમ પહોંચી હતી, જ્યાં મૂવેબલ (જંગમ) મિલકતોની વસૂલાત અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. RTO અધિકારીઓએ હેડ ઓફિસની મંજૂરી લઈ ૧૫ દિવસમાં પેમેન્ટ આપવા અથવા નિયમાનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું અરજદારે જણાવ્યું છે.

વિજયભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે 40 વર્ષની કાયદાકીય પ્રક્રિયા દરમિયાન તેમને આર્થિક અને માનસિક રીતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. તેમણે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, સરકાર એક તરફ MSME અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તથા 30 દિવસમાં પેમેન્ટ ચૂકવવાના પરિપત્રો કરે છે, જ્યારે બીજી તરફ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં વર્ષો સુધી નાણા ચૂકવતી નથી.સામાન્ય નાગરિકોનેરૂ.100 થીરૂ.500ના RTO દંડ માટે કડક વસૂલાત કરવામાં આવે છે પરંતુ સરકારી લેણાં ચૂકવવામાં ઢીલાશ દાખવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application