BREAKING NEWS

જસદણ–સુરત એસટી બસનો રૂટ આટકોટ સુધી થતાં અનેક ગામડાંના લોકોને ફાયદો

  • June 20, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના આટકોટ આસપાસના અનેક ગામડાના લોકોએ જસદણ સુરત એસટી બસનો ટ આટકોટ સુધી લંબાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી જેને પગલે કુંવરજીભાઈ બાવળિયાએ આ અંગે ગુજરાત એસટી નિગમને સૂચના આપી હતી.  આ સૂચનાને પગલે  જસદણ એસટી ડેપો દ્રારા સંચાલિત સવારે ૭.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત તેમજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત એસટી બસ આટકોટ સુધી લંબાવવામાં આવી છે.  હવેથી આ બસ ટ આટકોટ જસદણ સુરત બસ ટ તરીકે કાર્યરત રહેશે. તેમજ રિટર્નમાં સુરત જસદણ આટકોટ બસ ટ તરીકે કાર્યરત રહેશે.
આ સુવિધા વધવાથી આટકોટ, જંગવડ, પાંચવડા, જસાપર, ડોડીયાળા, સાણથલી, જીવાપર, ખારચીયા, વીરનગર, મોટા દડવા, બાબરા, ચરખા, કોટડાપીઠા, ઉટવડ સહિતના અનેક ગામડાઓના મુસાફરોને સુવિધા વધશે. આ તમામ ગામડાના લોકો સુરત સાથે રોજિંદો વ્યવહાર ધરાવે છે અને સુરત સાથે સીધો જ અવર–જવરનો વ્યવહાર ધરાવે છે જેથી આ તમામ ગામડાના લોકોને ખૂબ જ ફાયદો થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application