ગોંડલ હાઇવે પર ઉમવાડા ચોકડી પાસે ગાંધીનગરની ટીમે દરોડો પાડી બાયોડીઝલનું કારસ્તાન ઝડપી લીધું હતું. અને અહીં પિયા ૨૧.૭૫ લાખનો જવલનશીલ પ્રવાહીનો જથ્થો સીઝ કર્યેા હતો. દરમિયાન અહીં અધિકારીની પરવાનગી વગર સીલ તોડી ચાર ટાંકીઓ સહિત આ જથ્થો ચોરી કરી ગયા હતા. આ બનાવ મામલે હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મામલતદાર દ્રારા પેઢીના માલિક અને સંચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ મામલતદાર દિપકભાઇ દીનકરાય ભટ્ટ દ્રારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પેઢીના માલિક અને સંચાલકના નામ આપવામાં આવ્યા છે. મામલતદારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૭૪૨૦૨૪ ના ગાંધીનગરથી નાયબ નિયામક તથા મદદનીશ નિયામક અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરની ટીમ દ્રારા ગોંડલના ઉમરવાડા ચોકડી પાસે શિવ ગાંઠિયા રથની પાછળ નેશનલ હાઇવે નંબર ૨૭ ખાતે સિમેન્ટના બ્લોકની ફોલ્ડિંગ દિવાલથી ઘેરાયેલા બધં દરવાજાવાળા કમ્પાઉન્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ કયુ હતું. અહીં બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો અહીં કમ્પાઉન્ડમાં કાળા રંગની મોટી લોખંડની બે ટાંકી કે જેમાં અંદાજિત ૧૦ હજાર લિટર પ્રવાહી મળ્યું હતું. બાજુમાં તેના જેટલી જ લંબાઈ પહોળાઈ વાળી કાળા રંગની અન્ય બે ટાંકી જેમાં ૨૦,૦૦૦ લીટર પ્રવાહી હતું. ગણતરી કરતા કુલ જુલનશીલ પ્રવાહી ૨૯ હજાર લિટર જોવામાં આવ્યું હતું અહીં સ્થળે કોઈ હાજર ન હોય અને રાજ ખોડલ ટ્રેડ નામનું બોર્ડ લગાવેલ હોય તેમાં જણાવેલા નંબર પર ફોન કરતા કોઈ સંપર્ક થયો ન હતો. બાદમાં અહીં કુલ પિયા ૨૧.૭૫ લાખની કિંમતનો આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. દરમિયાન તાજેતરમાં તપાસ કરતા સીલ કરેલ જવેલનશીલ પ્રવાહીનો જથ્થો તથા ચાર ટાંકી સક્ષમ અધિકારીની મંજૂરી વગર સીલ તોડી ચોરી કરી જતા આ અંગે મામલતદારએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે દુનિયા જોશે ભારતની શક્તિ, કાંપી રહેલા પાકિસ્તાનનો વધશે ભય
May 02, 2025 11:03 AMકાલાવડમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચારવાના કેસમાં આરોપીને દસ વર્ષની સજાનો હુકમ
May 02, 2025 10:54 AMતમે અમેરિકા સાથે વેપાર કરી શકશો નહીં ટ્રમ્પની ઈરાની તેલ ખરીદતા દેશોને ધમકી
May 02, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech