રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર અને પિતરાઈ પર કોટુંબીક શખસોએ લાકડી વડે હુમલો કર્યો હતો. યુવાનના શેઠ સાથે આરોપીઓને અદાવત હોય તેને વાડીએ જમવા બોલાવતા આ બાબતે માવફૂટ કરી માર માર્યો હતો. એટલુ જ નહીં ત્રિપુટીએ કાર, એક્ટિવામાં તોડફોડ પણ કરી હતી. જે અંગે આજીડેમ પોલીસે હુમલો, રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રિપુટી વિસાદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મુળ ચોટીલાના રાજપરા ગામના વતની અને હાલ માંડા ડુંગર વિસ્તારમાં તિરૂમાલા સોસાયટી મેઈન રોડ ઉપર રહેતા શવજીભાઈ ઉર્ફે વાલજીભાઈ બાબુભાઈ જાદવ (ઉ.વ.૩૫) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જગાભાઈ કાનાભાઈ ડાભી, શૈલેષભાઈ કાનાભાઈ ડાભી, રાજુભાઈ જગાભાઈ ડાભી (રહે. તમામ ઓમ તિરુમાલા સોસાયટી, રાજકોટ) ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, માંડા ડુંગરમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇમિટેશનની છુટક મજુરી કરે છે. ગઈ તા. ૨૬ના રોજ રાત્રીના ૮ વાગ્યે યુવાન તથા તેના શેઠ અંતિભાઈ મહેતા, યુવકના પિતા બાબુભાઈ જાદવ, મોટાબાપુના પુત્ર વિનુભાઈ જાદવ અને શેઠના ત્રણ કારીગર યુવાનની ભીચરી ગામની સીમમાં આવેલ વાડીએ જમવાનો પ્રોગ્રામ હોય ત્યાં ભેગા થયા હતાં. દરમિયાન રાત્રીના નવ વાગ્યે યુવાનના સગા જગાભાઈ ડાભી તેનો ભાઈ શૈલેષ ડાભી અને જગાભાઈનો પુત્ર રાજુ આ વાડી ખાતે આવ્યા હતાં. જગાભાઈને અગાઉ છ વર્ષ પૂર્વે યુવકના શેઠ અંકિતભાઈ સાથે ધંધાકીય અણબનાવ થયેલ હતો. જેથી જગાભાઈ યુવાનને કહેવા લાગેલ કે, તમને ખબર છે કે મારે આ અંકિત સાથે બનતું નથી તો તમે તેમને જમવા કેમ બોલાવ્યા છે? કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદ ત્રણેય શખસો અંકિતભાઈ સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી જતા રહ્યા હતાં.
વોડીવાર બાદ અંકિતભાઈ તથા તેના કારીગરો વાડીએથી પોતાના ઘરે જવા માટે નિકળી ગયેલ હતાં. બાદ ૧૫ મીનીટ પછી અંકિતભાઈનો ફોન આવેલ કે, જગાભાઈ તથા તેની સાથેના શખસોએ અમારી ગાડીના કાંચ ફોડી નાખેલ છે, તમે વાડીએથી ઘરે જતાં રહેજો. થોડીવાર વાડી ખાતે રોકાયા બાદ રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ યુવાનની પત્નીએ ફોન કરી જાણ કરેલ કે, અડધી કલાક પહેલા જગાભાઈ તેનો દિકરો રાજુ અને અજાણ્યા શખ્સોએ આપણા ડેલા પર તલવાર અને લાકડીના ઘા કરી નુકશાની કરી વાલજી ક્યાં છે તેવુ પુછેલ હતું જેથી તમે વાડીએ હોવાનું કહેતા આ તમામ શખસો નિકળી ગયા હતો જે બાદ પુવાન એક્ટિવામાં જ્યારે પિતા અને વિનુભાઈ સ્પેન્ડર મોટરસાયકલ લઈ ઘરે જવા રવાના થયા હતાં. દરમિયાન રઘુનંદન સોસાયટીની દિવાલ પાછળ પહોંચતા જગાભાઈ ડાભી, શૈલેષ ડાભી અને રાજુ પોતાના વાહન લઈ ધસી આવેલ હતાં. જગાભાઈએ યુવાનને માથાના ભાગે લાકડીનો એક ઘા મારી દીધો હતો. જ્યારે શેલેષ અને રાજુએ પિતા અને વિનુભાઈને માથાના ભાગે લાકડીના થા માર્યો હતો. પુવાન તેઓને છોડાવવા જતાં જગાભાઈએ હાથ પર ઘા મારતા તે નીચે પડી ગયો હતો. બાદ ત્રણેય શખ્સોએ પુવાનના વાહનમાં પણ તોડફોડ કરી નાસી ગયા હતાં. હુમલામાં ઘવાયેલા ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં બાદમાં યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application