ભાવનગર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નારી ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી બલેનો કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાડર સાથે અથડાઈ પલ્ટી ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં રહેલ દારૂની બોટલો વેરવિખેર થઈ હતી. ઘટનાના પગલે પોલીસે દોડી જઈ કારમાં સવાર ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી દારૂની બોટલો વીણી કબ્જે કરી હતી. ભાવનગર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નારી ગામ નજીક દારૂ ભરેલી કાર ભાવનગર તરફ આવી રહી હતી. ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી પલ્ટી જતાં કારમાં સવાર લોકોને ઇજાઓ થઈ હતી. તો કારમાં રહેલી દારૂની બોટલો વેરવિખેર થઈ સ્થળ પર પથરાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી કારમાં તપાસ કરતા કારમાંથી એક હરિયાણા પાસિંગની એચઆર- ૧૦. એસી- ૦૩૨૧ અને બીજી ગુજરાત પાસિંગની જીજે- ૨૭. નંબર ધરાવતી બે નંબર પ્લેટ મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી હતી. અને કારમાં સવાર લોકો હરીયાણાના હોવાનુ જાણવા મળ્યુ હતું. ભાવનગર-અમદાવાદ માર્ગ પર નારી ગામ નજીક પર મોડી રાત્રીના નારી ગામ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી કાર પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેમાં કાર ડિવાઈડર પર ચડી પલ્ટી ગઈ હતી.કાર પલ્ટી જતાં તેમાં સવાર અજય દલવીરસિંગ ગોરીયા સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતના પગલે કારનો કુરચો બોલી ગયો હતો. અને કારમાં લવાય રહેલા વિદેશી દારૂની બોટલોની રોડ પર વેરવિખેર થઈ હતી.