BREAKING NEWS

ગણપતિ વિસર્જન માતમમાં ફેરવાયું... રાજકોટ નજીક પરિવાર ડૂબ્યો: પિતા, પુત્ર અને ભત્રીજાનું મોત

  • September 24, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવાડવા વાંકાનેર હાઇવે પર જીયાણા ગામ નજીક ગઈકાલે ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે ગયેલા પરિવારના મહિલા સહિત છ સભ્યો ઊંડા તળાવના પાણીમાં ગરકાવ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવવા કૂદી પડ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા જયારે પિતા-પુત્ર અને ભત્રીજાનું પાણીમાં ગરક થઇ જવાથી મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી રાણપુર ગામમાં શોકની કાલિમા છવાઈ હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુઇજબ રાજકોટના રાણપુર ખાતે શિવધારા રેસીડેન્સીમાં રહેતા ધીરુભાઈ ભલાભાઈ ચૌહાણ ગઈકાલે પરિવાર સાથે કુવાડવા વાંકાનેર હાઇવે પર જીયાણા ગામ નજીક સાતનાળા તળાવ ખાતે ગણપતિનું વિસર્જન માટે ગયા હતા ત્યારે દરમિયાન ધીરુભાઈનો પુત્ર નયન (ઉ.વ.21)નો તળાવમાં પાણીમાં આગળ જતા પાણી ઊંડું હોવાથી ડૂબવા લાગ્યો હતો. આ જોઈ પુત્રને બચાવવા પિતા ધીરુભાઈ (ઉ.વ.50)ના કુદયા હતા તે પણ ઊંડા પાણીમાં તણાવા લાગતા તેનો ભત્રીજો નરેન્દ્ર મગનભાઈ ચૌહાણ (ઉ.વ.30)નો પાણીમાં ગયો હતો પરંતુ ત્રણેય ડૂબવા લાગતા દ્રશ્ય જોઈ ધીરુભાઈની પત્ની મીનાબેનમ પુત્રી આશા અને ભત્રીજી માહી પાણીમાં ઉતરી હતી તરતા આવડતું ન હોવાથી છ એ વ્યક્તિઓ ડૂબવા લાગતા બચાવો બચાવોની બૂમોપાડી હતી આ સાંભળી આસપાસના વાડીમાં કામ કરતા ખેડૂતો સહિતના દોડી ગયા હતા અને ત્રણેય મહિલાઓમે સહી સલામત બહાર કાઢી હતી અને ફાયર બિગ્રેડ અને 108ને જાણ કરી હતી. ફાયર અને 108નો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી પિતા-પુત્ર અને ભત્રીજાને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા પરંતુ ત્રણેયએ બેભાન હાલતમાં જ દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. ઘટનાના પગલે એરપોર્ટ પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક ધીરુભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને છ ભાઇમાં સૌથી નાના હતા. સંતાનમાં ત્રણ દીકરી અને એકનો એક પુત્ર નયન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application