ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૩ કિં.રૂ.૨૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ મોબાઇલ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ એલ.સી.બી સ્ટાફનાં અધિકારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી, લુંટના ગુનાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.
જે સૂચના મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાઓના આરોપીઓ યશ ભાવેશભાઇ આલાણી (ઉ.વ.૧૯ ધંધો-મીકેનીક તરીકે રહે.રૂમ નંબર-૫૩૭,સીંગલીયા, પંચનાથ મહાદેવ મંદીર પાસે, પેટ્રોલ પંપની પાછળ,વિઠ્ઠલવાડી,ભાવનગર), અજય રાજુભાઇ ચાવડા (ઉ.વ.૨૫ ધંધો-ગેરેજનો રહે.શેરી નંબર-૦૪,ભોળાનાથ પાનની બાજુમાં, મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગર હાલ-બાપાની મઢુલી પાસે,ગોપાલ સોસાયટી,કુંભારવાડા, ભાવનગર)અને પરવીનબેન મહંમદહુસેન બસીરહુસેન સૈયદ (ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે.રૂમ નંબર,૪૬૦, હાઉસીંગ બોર્ડ ક્વાટર્સ, કુંભારવાડા, ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી સેમસંગ મોડલ ૠફહફડ્ઢુ અ૧૬ ૫ૠ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦, સેમસંગ મોડલ ૠફહફડ્ઢુ અ૧૪ ૫ૠ મોબાઇલ ફોન કિ.રૂ.૮,૦૦૦, ઓપો મોડલ નંબર-એફ.૨૭ પ્રો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરી થયેલ મોબાઈલ સાથે મહિલા સહિત ત્રણને ઝડપી લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૮૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૦૩(૨) મુજબ,બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૦૩ (૨) મુજબ તેમજ ગંગાજળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૦૩(૨) મુજબના મોબાઈલ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, કેવલભાઇ સાંગા,જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ તેમજ માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.