મંડેર ગામે ભરબપોરે જુગાર રમતા ત્રણ યુવાનો ઝડપાયા છે તો ખારવાવાડનો બુટલેગર ૭૫ કોથળી દા સાથે ઝડપાયો હતો તથા જિલ્લામાં ઠેર ઠેર દેશી દા મળી આવ્યો હતો. જુગાર દરોડો પોરબંદર એલ.સી.બી.ની ટીમે ભરબપોરે સવા વાગ્યે મંડેર ગામે પઠ્ઠાપેજની બાજુની ગલીમાં પત્તા ટીંચી રહેલા આલા મેરખી પરમાર, વજશી ઉર્ફે પીરો જેતા પરમાર અને નિલેષ ઉર્ફે લીલો વજુ વાજાને પકડી પાડયા હતા તેઓની પાસેથી ૧૫,૮૦૦ની રોકડ તથા ગંજીપત્તાના બાવન પાના કબ્જે થયા હતા. દેશીદાના દરોડા ખારવાવાડના જલારામ મંદિર પાસે રહેતા દેવજી કાનજી ટોડરમલ, છાયા પંચાયતચોકી પાસે રહેતા હરીશ વેલજી ટોડરમલ, રાજીવનગરના જલારામ-૧માં રહેતા મહેન્દ્ર નારણ જુંગીને બંદરરોડ પરથી ૧૪૦-૧૪૦ ા.ના દેશી દા સાથે પકડી લેવાયા છે. ગુકુળ મહિલા કોલેજના ગેટ પાસે રહેતા રતનબેન વિનોદ ઉર્ફે ટીનીયો ઝાલાને ૧૦૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો હતો. કુતિયાણાના કાનાકુવામાં રહેતા રાજુ ભાણા ધાંધલને જાહેરપીર પાસેથી ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો છે. જાવરના ભૂપત મેરુ વાજાને જાવરના રસ્તા પરથી ૬૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો છે. ખારવાવાડના બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલજી મસાણીને જુની એસ.એસ.સી. ફેકટરીના ગ્રાઉન્ડમાંથી ૧૫,૦૦૦ ા.ના ૭૫ લીટર દા સાથે પકડી લીધા બાદ તેની પૂછપરછ કરતા આ દાનો જથ્થો તેણે કાટવાણાના કાના ઉર્ફે કનુ ડા ગુરગુટીયા પાસેથી વેચાણ અર્થે લીધાની કબુલાત કરતા પોલીસે કાના સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.