BREAKING NEWS

સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા વેપાર અડધો થયો, જાણો વધુ વિગત

  • October 05, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતનો પ્રખ્યાત કાપડ ઉદ્યોગ હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે, જ્યાં કાચા માલના અસહ્ય ભાવવધારા અને વૈશ્વિક પરિસ્થિતિએ ઉદ્યોગકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં મોટા પાયે વપરાતા ડાઈઝ, કલર્સ અને કેમિકલ્સના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. આ બધામાં સૌથી મોટો આર્થિક ફટકો કોલસાના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પડ્યો છે, જે માત્ર છ મહિના પહેલા ૫,૦૦૦ રૂપિયા પ્રતિ ટન મળતો હતો તે હવે બમણો થઈને ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ રૂપિયા પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આથી વેપાર ઘટીને અડધો થઈ ગયો છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષ અને યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અસ્થિર બન્યા છે, જેના પરિણામે ટેક્સટાઇલ ઉદ્યોગની ઇનપુટ કોસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે. આ બેફામ મોંઘવારીની સીધી અને નકારાત્મક અસર બજારના વેપાર પર પડી છે. પરિસ્થિતિ એવી છે કે સુરતનો આંતરરાજ્ય અને ઓનલાઈન કાપડ વેપાર સરેરાશ ૫૦ ટકા સુધી ઘટી ગયો હોવાના ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે.

આ વિકટ અને પડકારજનક પરિસ્થિતિને કારણે સુરતના કાપડ ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ઉદ્યોગના અગ્રણીઓનું એક વિશેષ પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને મળ્યું હતું અને સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ તેમજ ન્યાય માટે ગુહાર લગાવી હતી. સુરતના લાખો શ્રમિકો અને લોકોના રોજગાર સાથે સીધી રીતે સંકળાયેલા આ મહત્વપૂર્ણ ઉદ્યોગને બચાવવા માટે સરકારી સ્તરેથી તાત્કાલિક અને નક્કર પગલાં લેવા અત્યંત અનિવાર્ય બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application