જામનગર: લાખોટા તળાવે શિયાળાની ઓળખ સમાન વિદેશી પંખીડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
જામનગર: લાખોટા તળાવે શિયાળાની ઓળખ સમાન વિદેશી પંખીડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
November 23, 2026 12:25 PM
જામનગર: લાખોટા તળાવે શિયાળાની ઓળખ સમાન વિદેશી પંખીડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
જામનગરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનના પારામાં સતત ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ શહેરના રણમલ તળાવ (લાખોટા તળાવ) ખાતે વિદેશી સિંગલ પક્ષીઓનું આગમન પણ વધ્યું છે. વહેલી સવારે મોટી સંખ્યામાં સિંગલ પક્ષીઓ તળાવની પાળે ગાંઠિયા અને ચણ ખાવા માટે ઉમટી પડતાં પક્ષીઓનો કલરવ જોવા મળી રહ્યો છે.
પક્ષીઓને નિહાળવા માટે બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિતના શહેરીજનો વહેલી સવારે તળાવની પાળે પહોંચી રહ્યા છે. પક્ષીઓને પોતાના હાથેથી દાણા ખવડાવવાનો આનંદ બાળકોમાં વિશેષ હર્ષ અને ઉત્સાહ જગાવી રહ્યો છે. ઠંડીની શરૂઆત સાથે રણમલ તળાવ ખાતે સર્જાયેલું આ પક્ષીઓનું આગમન શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.