BREAKING NEWS

ગાંધીનગરમાં કાળજું કંપાવતી ઘટના...મનપાની બે મહિલાકર્મીએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો

  • March 07, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓ અગમ્ય કારણોસર કેનાલમાં જંપલાવીને સામૂહિક આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલ પાસેથી બંને યુવતીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. 


મળતી વિગત મુજબ સેજલ જશવંતભાઈ પટેલ ઉંમર વર્ષ 26 રહેવાસી નરોડા, અમદાવાદ રીપલ રાકેશભાઈ રાવત ઉંમર વર્ષ 24 રહેવાસી થલતેજ અમદાવાદ આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી ને કેનાલમાં પડતા પહેલા બંને પોતાના પરિવારજનોને ફોન કરીને તેઓ આપઘાત કરી રહી છે તેમ જણાવ્યું હતું. 


અચાનક આવેલા આ ફોનથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો રાત્રિના અંધકારમાં પાણીનો પ્રવાહ ખૂબ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી જેમના મૃત દેહ છેક ઝુંડાલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવી પોસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. 


આ બંને યુવતીઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં સાથે નોકરી કરતી હતી અને બંને વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું સામે આવ્યું છે બંને સામુહિક આ નિર્ણય લેવા પાછળ નોકરીનું ભારણ અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અહીં નોંધવું જરૂરી છે કે આ બંને યુવતીઓ તાજેતરમાં ગાંધીનગર કોર્પોરેશનની ભરતીમાં કામે લાગી હતી એક યુવતી વ્યવસાય વેરાને બીજી યુવતી મહેકમમાં કામગીરી કરતી હતી.


આ બનાવ અંગે મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે ફાયર બ્રિગેડને પજાણીય વ્યક્તિનો કોલ હતો તે મુજબ કુબા નર્મદા મૂકે કેનાલ પાસે બે યુવતીઓ ડૂબતી હોવાનું જણાવ્યું હતું ટીમ આઠને બે મિનિટ એ ઘટના સ્થળ પહોંચી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા કેનાલમાંથી બે યુવતીના મૃતદે બહાર કાઢવામાં આવ્યા હતા.  આ બનાવતી ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારી વર્ગમાં પણ ઘેરા શોખની લાગણી ફેલાય છે એક સાથે બે આસાસ પદયુવતીઓ મોતથી તેમના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે હાલ અડાલજ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application