BREAKING NEWS

રાપરમાં માલગાડીના બે વેગન પાટા પરથી ખડી ગયા, રેલવે સ્ટાફમાં દોડધામ, આ ટ્રેન રદ કરાઈ, કેટલીકને અસર પહોંચી

  • January 18, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના રાપરમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી અને કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરતા રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા હતા અને ક્રેઈનની મદદથી તેને સાઈડમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેનના વેગન નીચે ઉતરવાથી પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર થઈ હતી અને ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અકસ્માતને પગલે ગાંધીધામ-પાલનપુર ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે અને અકસ્માને પગલે અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.


રાપરના કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી

માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા છે અને ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે, ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી અને અકસ્માતને પગલે ગાંધીધામ–પાલનપુર ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ છે. ટ્રેન નંબર ૧૨૯૫૯ બાંદ્રા ટર્મિનસ  ભીલડી–મહેસાણા–વિરમગામ–સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી અને ટ્રેન નંબર ૨૦૯૮૪ દિલ્હી સરાઈ રોહિલ્લા  ભીલડી–મહેસાણા–વિરમગામ–સામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર ૨૨૪૮૩ ભગત કી કોઠી ભીલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.


અમદાવાદ મંડળના પાલનપુર–સામખાયળી ખંડમાં કિડીયાનગર સ્ટેશન (સામાખ્યાલીથી ચોથું સ્ટેશન) પર તારીખ 18.01.2026ના રોજ સવારે 02:25 વાગ્યે ડાઉન લાઇનમાં જતી માલગાડી સંખ્યા STPP/MDCC (લોકો સંખ્યા 49384)ના બે વેગન પાટા પરથી ઉતરી જવાથી અપ અને ડાઉન બંને લાઇન પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


સવારે 08:05 વાગ્યે અપ અને ડાઉન બંને લાઇન પર સામાન્ય રેલ પરિચાલન પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે

ટ્રેન સંખ્યા 19406/19405 ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહી.

ટ્રેન સંખ્યા 12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસને ભિલડી–મહેસાણા–વિરમગામ–સામખયાળીના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી.

ટ્રેન સંખ્યા 20984 દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસને ભિલડી–મહેસાણા–વિરમગામ–સામખયાળીના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી.

ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી–ગાંધીધામ એક્સપ્રેસને ભિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application