BREAKING NEWS

યુએસ એમ્બેસેડર ગોર લાલબાગચા રાજાની અદભૂત ઉર્જાથી પ્રભાવિત

  • September 15, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ૧૧ દિવસીય ગણેશ ઉત્સવનો ઉત્સાહ સાથે પ્રારભં થયો છે. મહારાષ્ટ્ર્રની રાજધાની મુંબઈ સહીત મોટા ભાગના શહેરોમાં, ગામોમાં શેરીઓ ગણપતિ બાપ્પા મોર્યા ના નાદથી ગુંજી ઉઠી છે. મુંબઈમાં લાલબાગ, દર વર્ષની જેમ, ગણેશોત્સવનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ સંદર્ભમાં, ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે ગણેશ ચતુર્થી નિમિત્તે લાલબાગચા રાજા (લાલબાગના ગણપતિ) ની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરતી વખતે, સર્જિયો ગોરે ગણપતિના ચરણ સ્પર્શ કર્યા. દર્શન કર્યા પછી, તેમણે પોતાનો અનુભવ શેર કર્યેા. સર્જિયો ગોરે કહ્યું, આ ખરેખર અત્પત છે. મને અહીં આવવાનો ગર્વ છે. આમંત્રણ મળવું ખૂબ જ સાં લાગે છે. મને લાગે છે કે દરેક વ્યકિતએ તેને જોવા આવવું જોઈએ, કારણ કે આવી ગતિશીલ જગ્યાઓ બહત્પ ઓછી છે. અહીંની ઉર્જા અત્પત છે. જો તમે અહીં ન ગયા હોવ, તો તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેથી જો તમે અહીં ન ગયા હોવ, તો ચોક્કસ આવો.તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટિટમાં, યુએસ રાજદૂત સર્જિયો ગોરે કહ્યું, મને મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાની મુલાકાત લઈને ખૂબ આનદં થયો. તેઓ શ્રદ્ધા અને સમુદાયનું જીવતં પ્રતીક છે જે દરેકને એકસાથે લાવે છે.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગણપતિ દર્શન માટે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવાસસ્થાને પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન ગણેશ દરેકને આશીર્વાદ આપતા રહે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application