BREAKING NEWS

જામનગર જિલ્લાના જામવણથલી ગામના વનસ્થલી પ્રોજેક્ટ ને મળ્યો “વૃક્ષમિત્ર એવોર્ડ”

  • January 31, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગતરોજ તા.22/1/2026 નાં રોજ @ગાંધીનગર ખાતે "વન અને પર્યાવરણ વિભાગ - ગુજરાત સરકાર" & "સદભાવના વૃધ્ધાશ્રમ" નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાતને હરિયાળું બનાવવા જામનગર જિલ્લાના જામવંથલી ગામના “વનસ્થલી પ્રોજેક્ટ”ને વૃક્ષમિત્ર એવોર્ડ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મળ્યો. જે ટીમના જ એવા જયેશભાઈ ચૌહાણ દ્વારા સ્વીકારાયો.


વતન પ્રત્યે પ્રેમ ધરાવતા અને કોઈ કોઈ વતનથી દૂર રહેતા સૌ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા ભેગા થઈને સદભાવના ટ્રસ્ટ સાથે રહીને “વનસ્થલી પ્રોજેક્ટ” નામથી ગામને લીલુંછમ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો. 2000 વૃક્ષોના ટાર્ગેટ સાથે આરંભ થયેલું કામ આશરે 4000 થી વધુ વૃક્ષો વટાવીને આસપાસના ગામો રોજિયા, ચાવડા, અલિયાબાડા , તમાચણ, વરણા, નાની લાખાણી, મોટી લાખાણી, ખીલોસ, ફલ્લા સુધીના ગામોને પણ લાભ આપ્યો. પરિણામે ગ્રામજનો અને વતન પ્રેમીઓ આગળ આવીને હજુ પણ પોતાના વતન માટે કશુંક નવું કરવા માટે તત્પર બન્યા છે.


​​​​​​​
આ એવોર્ડ માટે સદભાવનાના વિજયભાઈ ડોબરીયાએ પણ વનસ્થલીના મુખ્ય દાતા એવા અમેરિકાના ડૉ.કિરણભાઈ મહેતા સંદીપભાઈ મહેતા, મુંબઈથી  ચેતનભાઇ મહેતા તથા રણછોડભાઈ ભાણાભાઈ, રેણુબેન, દર્શનાબેન શેઠ, ભારવીબેન વસા,મીતાબેન નિમેશકુમાર અને અનેક દાતાઓ, વતનપ્રેમીઓ અને અન્ય વૃક્ષપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રોજેક્ટમાં સ્થાનિક લેવલે સેવામાં હોંશભેર જોડાયેલ વંથલીના જ જયેશભાઈ કાચા અને હરીશભાઈ વાઢેર અને તેઓની ટીમનું “ શિક્ષાપત્રી ભાષ્ય કથા”માં વડતાલના સંત પૂજ્ય કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.


 સ્વામીજીએ કથામાં જ વૃક્ષ અને પાણી અંગેનો મહિમા પોતાના આગવા અંદાજમાં ભક્તજનોને આપ્યો. પ્રોજેક્ટના સંકલનમાં રહેલા જયેશભાઈ વાઘેલા, ગીરીશભાઈ મહેતા, જયેશભાઈ ચૌહાણ, ભૂપતભાઈ મહેતાએ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને પોતાના વતન પ્રત્યે હજુ પણ કશું નવું થઈ શકે, ઉપયોગી થઈ શકે તેવા કાર્ય માટે સૌ ગ્રામજનોને જોડાવા માટેનું આહ્વાન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application