શહેરમાં લુખ્ખા અને આવરા તત્વોની રંજાડ સતત વધી રહી છે. આવા શખસોને પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેમ છાસવારે કાયદો હાથમાં લે છે ત્યારે આ વાતની પ્રતિતિ કરાવતી એક ઘટના બનવા પામી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર જડૂસ હોટલ પાસે આવેલા વર્લ્ડ સ્પામાં ગઈકાલે રાત્રે ભારે હોબાળો અને મારામારીની ઘટના ઘટી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઝડુસ હોટેલ પાસે આવેલા વર્લ્ડ સ્પાની અંદર અચાનક કેટલાક અજાણ્યા શખસો લાકડીઓ અને ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ સ્પાના રિસેપ્શન એરિયામાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં, આ શખ્સો સ્પાના અંદરના રૂમ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં હાજર એક યુવકને રૂમમાંથી બહાર ખેંચી લાવીને લાકડીઓ વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કોઈ પણ ભય વગર આતંક મચાવી રહ્યા છે.
બનાવસ્થળે થતી ચર્ચા મુજબ હુમલો કરનાર શખ્સ નશાની હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્પામાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application