BREAKING NEWS

વીરનગર નાલંદા સ્કૂલ, માં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • September 01, 2026 09:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટની નાલંદા સ્કૂલ, વિરનગર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી હર્ષોલ્લાસ, ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના સંચાલકશ્રીઓ, આચાર્ય શિક્ષકગણ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને રાધાજીના સુંદર વેશ ધારણ કરી મનમોહક સાંસ્કૃતિક રજૂઆતો કરી સૌનું મન જીતી લીધું હતું. સમગ્ર શાળા પરિસર જાણે કૃષ્ણમય અને ભક્તિમય બની ગયું હતું. શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને બાળકોમાં સંસ્કાર, સદાચાર, પ્રેમ, કરુણા તથા ધર્મભાવના વિકસે તેવા સુંદર હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ વેકરીયાએ માર્ગદર્શન અને પ્રેરણાત્મક સહયોગ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, કર્તવ્યનિષ્ઠા, નિર્ભયતા, મિત્રતા અને માનવતાના ગુણો જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી.શાળાના શિક્ષકગણ અને સ્ટાફની મહેનત તથા વિદ્યાર્થીઓના ઉત્સાહથી જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી. શાળા નાં ભાવેશભાઈ વેકરીયા એ તમામ વિધાર્થી ને અભિનંદન આપ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application