BREAKING NEWS

રાજકોટમાં દિવાળી પૂર્વે સફાઈથી કચરાનું પ્રમાણ 29% વધ્યું; મનપા દ્વારા રોજ 1100 ટનનો નિકાલ

  • November 04, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારોને પગલે રાજકોટ શહેરમાં ઘરો, દુકાનો અને વેપારી સંકુલોમાં સાફ સફાઈનો ધમધમાટ શરૂ થતાં કચરાના પ્રમાણમાં જંગી વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં શહેરમાંથી દરરોજ સરેરાશ ૮૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન આ આંકડો વધીને રોજના આશરે ૧૧૦૦ ટન સુધી પહોંચી ગયો છે. પરિણામે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વધારાના કચરાના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવાળીના તહેવારોમાં શહેરીજનો દ્વારા ઘર, ઓફિસ, દુકાનો, શોરૂમ અને વેપારી સંકુલોમાં મોટા પાયે સાફસફાઈ કરવામાં આવતી હોય છે. પરિણામે જૂની અને બિનઉપયોગી ચીજવસ્તુ સહિત સૂકા કચરાનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં પહેલી નવેમ્બરથી કચરાના નિકાલની કામગીરીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા સામાન્ય દિવસોમાં રોજના આશરે ૮૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે, જ્યારે દિવાળીની સાફસફાઈના કારણે દરરોજ અંદાજે ૨૦૦થી ૨૫૦ ટન જેટલો વધારાનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. આમ, શહેરમાંથી રોજના આશરે ૧૧૦૦ ટન કચરાનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરના ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ ત્રણેય ઝોનમાં કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને વેસ્ટ ઝોનમાં સામાન્ય દિવસોની સરખામણીએ દરરોજ આશરે ૫૦ ટન વધારાનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ ઘરો અને વેપારી સંકુલોની સાફસફાઈને કારણે કચરાના જથ્થામાં વધારો થયો છે.

દિવાળીના તહેવારો દરમિયાન કચરાનું પ્રમાણ વધતાં મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થા પર વધારાનું ભારણ આવ્યું છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત થતા કચરાનો નિયમિત નિકાલ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના તહેવારો દરમિયાન કચરાના જથ્થામાં આશરે ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. ઘરો અને વેપારી સંકુલોમાંથી નીકળતા વધારાના કચરાને કારણે મનપાની સફાઈ કામગીરીનું ભારણ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application