BREAKING NEWS

સ્થાનિક સ્વરાજ ચૂંટણી મતદાન LIVE: રાજકોટ મનપામાં બપોરના 1 વાગ્યા સુધીમાં 27.21 ટકા મતદાન, ધીમા મતદાનથી નેતાઓમાં દોડધામ

  • April 26, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોએ લાઈનો લગાવી છે. રાજકોટ સહિત 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં કુલ 49 હજાર 500થી વધુ મતદાન મથકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે દરેક મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગભગ 11 હજાર બૂથ સંવેદનશીલ તથા ત્રણ હજાર 300 જેટલા બૂથ અતિ સંવેદનશીલ છે.  ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની કુલ 72 બેઠકો પર 236 ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થશે.


રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, નવસારી, વાપી, કરમસદ-આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે ગાંધીનગર તથા જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટર્મ ચાલી રહી હોવાથી ત્યાં ચૂંટણી નથી.


રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. જેમાં 5,10,086 પુરુષ અને 4,75,848 મહિલા મતદારો છે. આ ઉપરાંત અન્ય 18 સહિત 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવી રહ્યા છે.


મહાનગરપાલિકાઓમાં એક હજાર જેટલા ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઑફિસર), 1250 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારી (એઆરઓ) તથા બે લાખ 61 હજાર પોલિંગ સ્ટાફ તૈનાત છે. 


મતદાન LIVE અપડેટ...

- રાજકોટ મનપામાં સવારના 7થી બપોરના 1 વાગ્યા સુધીમાં 27.21 ટકા મતદાન

- રાજકોટ મનપાની ચૂંટણીમાં સવારે ૭થી બપોરે ૧ સુધીમાં ૨૯.૯૨ ટકા મતદાન

- રાજકોટની ૧૧ તાલુકા પંચાયતમાં સવારે ૭થી બપોરે ૧ સુધીમાં ૩૬.૩૨ ટકા મતદાન

- રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સવારે ૭થી ૧૧ દરમિયાન ૩૫.૮૧ ટકા મતદાન

- ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં સવારે ૭ થી બપોરે ૧ સુધીમાં ૨૭.૭૮ ટકા મતદાન


-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 26% મતદાન

15 મહાનગરપાલિકામાં 20%
84 નગરપાલિકામાં 26%
34 જિલ્લા પંચાયતમાં 29%
260 તાલુકા પંચાયતમાં 30%



- જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૭.૧૯ ટકા મતદાન: સૌથી વધુ માળીયાહાટીનામાં ૪૧.૮૬ ટકા, સૌથી ઓછું માંગરોળમાં ૩૩.૪૬ ટકા મતદાન

- અમદાવાદમાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી

- જંગલેશ્વરમાં વીર ભગતસિંહ પ્રાથમિક શાળા મતદાન મથકમાં બૂથ ઇન્ચાર્જ અંદર મોબાઇલ વાપરતા ઝડપાયો, પોલીસે ફોન બહાર રખાવ્યો

- અમદાવાદમાં 7 થી 11 વાગ્યા સુધીમાં કુલ 29 EVM બદલવામાં આવ્યા, 19 BU અને 10 CU બદલવામાં આવ્યા

- રાજકોટ મનપા ચૂંટણીમાં સવારે ૭થી ૧૧ દરમિયાન ૧૭.૯૮ ટકા મતદાન

- રાજકોટની ૧૧ તાલુકા પંચાયતમાં સવારે ૭થી ૧૧ દરમિયાન ૨૪.૬૩ ટકા મતદાન

- રાજકોટની ૩૬ જિલ્લા પંચાયતમાં  સવારે ૭ થી ૧૧ દરમિયાન ૨૪.૪૫ ટકા 

- ગોંડલ નગરપાલિકામાં ૧૬.૨૬ ટકા મતદાન

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મનપામાં સવારના 7થી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 11 ટકા મતદાન

- જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૨૫.૩૨ ટકા મતદાન, સૌથી વધુ વિસાવદરમાં ૨૭.૧ ટકા, સૌથી ઓછું માંગરોળમાં ૨૧.૭૧ ટકાઃ કેશોદ નગરપાલિકામાં ૨૨.૨૫ ટકા મતદાન

- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 9.45 વાગ્યા સુધી 6 ટકા મતદાન

મહાનગર પાલિકાઓમાં 5.55%
નગર પાલિકાઓમાં 7.92%
તાલુકા પંચાયતમાં 7.58%
જીલ્લા પંચાયતમાં 6.25

- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ICCના ચેરમેન જય શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં મતદાન કર્યું

- રાજકોટના વોર્ડ નંબર 4માં શાળા નંબર 77 મતદાન મથકમાં 'આપનું મતદાન થઇ ગયું છે' તેવું કહેવામાં આવતા મહિલાએ વાંધો ઉઠાવ્યો

- રાજકોટમાં વોર્ડ નંબર 2ના સરસ્વતી શિશુ મંદિર મતદાન બુથ અને વોર્ડ નંબર 7ના લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય બૂથમાં EVM બગડતા નાગરિકોના મતદાનમાં વિક્ષેપ પડ્યો 

- અમદાવાદના ખોખરામાં એક જ વ્યક્તિના નામ બે બે વાર જોવા મળ્યા

- વડોદરાની બેન્જામિન સ્કૂલમાં હોબાળો, અધિકારી ચાલુ મતદાને પૈસા ભરેલું કવર આપવા આવ્યા

- જંગલેશ્વરમાં પોલીસ કમીશનર બ્રજેશ ઝાએ મતદાન મથકની લીધી મુલાકાત

-સ્થાનિક સ્વરાજની ચૂંટણી : RMC કમિશનર તુષાર સુમેરાએ કર્યું મતદાન

- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મતદાન કર્યું

- રાજકોટમાં મતદાન મથકના ૧૦૦ મીટર વિસ્તારમાં પ્રચાર કરતા હોવાથી વોર્ડ નં.૧૫ માં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી અને ૧૦ કાર્યકરોની અટકાયત

- જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં સવારે ૭ થી ૯ પ્રથમ બે કલાકમાં ૧૦.૧૨ ટકા મતદાન, સૌથી વધુ ભેસાણમાં ૧૨.૩૮ ટકા, સૌથી ઓછું માંગરોળમાં ૭.૭૯ ટકા મતદાનઃ કેશોદ નગરપાલિકામાં ૧૧.૨૧ ટકા મતદાન

- રાજકોટ મનપા ચૂંટણીઃ  સવારે ૭ થી ૯ દરમિયાન ૨ કલાકમાં ૬.૯૧ ટકા મતદાન

- રાજકોટની ૩૬ જિલ્લા પંચાયતમાં સવારે ૭ થી ૯ દરમિયાન બે કલાકમાં ૧૦.૦૯ ટકા મતદાન

- રાજકોટની ૧૧ તાલુકા પંચાયતમાં સવારે ૭થી ૯ દરમિયાન બે કલાકમાં ૯.૮૯ ટકા મતદાન

- ગોંડલ નગરપાલિકામાં સવારે ૭ થી ૯ દરમિયાન બે કલાકમાં ૫.૭૬ ટકા મતદાન

- રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા વિન્ટેજ કારમાં સવાર થઈ મતદાન કર્યું

- સાબરકાંઠાના ઈડરમાં સાબલવાડ કંપા ગામે 0% મતદાન નોંધાયું છે. મતદાનના બે કલાક થવા છતાં એક પણ મત પડ્યો નથી. સ્થાનિક સમસ્યાઓના પગલે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગામમાં ચૂંટણીનો કોઈ માહોલ જોવા મળ્યો નથી. મતદાન નહીં તથા રાજકીય પાર્ટીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બે કલાક બાદ પણ એક પણ મત નખાયો નથી

- મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ કર્યું મતદાન 

- 150 ફૂટ રિંગ રોડ પર RK યુનિવર્સિટી મતદાન મથકની ગેટ નજીક અને 100 મીટરની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપના બીએલઓ ટેબલ નાખી ધામા, ચૂંટણી પંચના નિયમનો ઉલાળિયો 

- રાજકોટમાં સવારથી સુસ્ત મતદાન, મથદાન મથકોએ મતદારોની પાંખી હાજરી

- રાજકોટમાં અંબિકા ટાઉનમાં મોદી સ્કૂલ મતદાન મથકમાં ફોન અંદર ન લઈ જવા દેતા મતદારો મતદાન કર્યા વિના જતા રહ્યા

- રાજકોટમાં ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ કર્યું મતદાન

- રાજકોટમાં અંજલીબેન રૂપાણીએ મતદાન કર્યું

- ગોંડલમાં જાન લઈ જતા પહેલાં વરરાજાએ મતદાન કર્યું​​​​​​​

- જામકંડોરણા તાલુકા શાળા ખાતે જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતદાન કર્યું

- રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ મતદાન કર્યું 

- રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ મતદાન કર્યું​​​​​​​

- સાધુ વાસવાણી સ્કૂલ મતદાન મથકની 200 મીટર અંદર કોંગ્રેસે રાખેલું બીએલઓ ટુ નંબરનું ટેબલ તંત્રએ હટાવ્યું

- રાજકોટમાં ૮૫ વર્ષીય વયોવૃદ્ધ દંપતીએ સવારમાં જ સજોડે ઉત્સાહભેર કર્યું મતદાન

- આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો

- રાજકોટમાં મતદાન માટે અનેરો ઉત્સાહ, ૮૦ વર્ષના વૃદ્ધ દંપતીએ કર્યું મતદાન

- રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ.ઓમ પ્રકાશે સવારમાં જ કર્યું મતદાન

- વડિયામાં મતદાન મથકમાં મતદાન શરૂ થવાની તૈયારી વખતે જ ઇવીએમ ખોટવાતા મતદાન 15થી 20 મિનિટ મોડું શરૂ થયું

- રાજકોટમાં સરોજી નાયડુ સ્કૂલમાં મતદાન મથકમાં ઉમેદવારને અંદર ફોન લઈ જવા ન દેતા પોલીસ સાથે માથાકૂટ ​​​​​​​

- પંચમહાલના ગોધરાના મતદાન મથકમાં મતદાન શરૂ થતા પહેલા જ આગનો બનાવ, EVMને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડાયા,મતદાન મથકમાં ACમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

- રાજકોટમાં લોકોનો ઉત્સાહ, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ કર્યું મતદાન 

 - રાજકોટમાં MLA ડો.દર્શિતા શાહે કર્યું મતદાન

- રાજકોટમાં MLA રમેશ ટીલાળાએ મતદાન કર્યું

- રાજકોટ : વોર્ડ નંબર ૭માં મતદાન શરુ થતા પહેલા જ EVM મશીનમાં ખામી, નવું મશીન મંગાવાયું


રાજકોટ મનપાની ચૂંટણી માટે કેવો છે પોલીસ બંદોબસ્ત

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ગઈકાલથી જ જ ૧૪૧ સંવેદનશીલ સહિતના બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પૂર્વે ગઇકાલે શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસની ફલેગ માર્ચ યોજાઇ હતી. આજે મતદાનને લઈ શહેરના તમામ મતદાન મથકો પર સુરક્ષા જાળવી રાખવા માટે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ કાફલામાં સ્થાનિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ્સ, જીઆરડી અને સેન્ટ્રલ ફોર્સની ટુકડીઓનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક બુથની ભૌગોલિક સ્થિતિ અને ભૂતકાળના ઈતિહાસને ધ્યાનમાં રાખીને જવાનોની ફાળવણી કરી છે.


સીસીટીવી કેમેરા અને વિડિયોગ્રાફી દ્વારા પણ બાજ નજર

પોલીસે શહેરના ૧૪૧ મતદાન મથકોને 'સંવેદનશીલ' જાહેર કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં ભૂતકાળમાં ઘર્ષણ થયું હોય અથવા તો રાજકીય ગરમાવો વધુ રહેતો હોય જેથી તે વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો સતત દોડી રહી છે. આ વિસ્તારમાં વોર્ડ નં.૧૫, ૧૬ સહિત જેમાં જંગલેશ્વર જેવાં વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૦ જેટલા શખસો પર 'માર્કર' પણ મુકવામાં આવ્યા છે. જેમની પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જેથી મતદાનના દિવસે કોઈ ખલેલ ન પહોંચાડે. આ સંવેદનશીલ બુથો પર સીસીટીવી કેમેરા અને વિડિયોગ્રાફી દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ જાતના ડર વગર મતદાન કરવા આવે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવું અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.


રાજકોટ જિલ્લામાં પોલીસનો કેવો છે બંદોબસ્ત

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં કુલ 647 બિલ્ડિંગોમાં મતદાન છે. મતદાન મથકોના વર્ગીકરણ મુજબ 159 સંવેદનશીલ, 81 અતિ સંવેદનશીલ અને 407 સામાન્ય મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. 


સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 2816 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ આ બંદોબસ્ત કાર્યરત રહેશે. જેમાં 1 એસપી, 2 એએસપી, 4 ડીવાયએસપી, 29 પીઆઈ, 57 પીએસઆઈ તથા 940 એએસઆઈ, હેડ કોન્ટેબલ અને પોલીસ કોન્ટેબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1291 હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો તેમજ 56 એસઆરપી જવાનોને પણ બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 12 સ્ટ્રાઈકિંગ ટીમો પણ કાર્યરત રહેશે. ટેકનોલોજીનો ઉપયોગ કરતાં 6 ડ્રોન દ્વારા અતિ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, 


જ્યારે અંદાજે 100 બોડીકેમ દ્વારા પણ સમગ્ર પ્રક્રિયાની મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પહેલાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8596 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 10 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને 21 લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મતદાન દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. 


ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીના આંકડા પર એક નજર

કુલ બિનહરીફ બેઠકો: 736

મતદાન થનારી બેઠકો: 9263

કુલ ઉમેદવારો: 25,537


મહાનગરપાલિકા ચૂંટણી

કુલ: 15 મહાનગરપાલિકા

વોર્ડ: 261

બેઠકો: 1044

બિનહરીફ બેઠકો: 43

તમામ 261 વોર્ડમાં મતદાન થશે

ઉમેદવારો: 3145


નગરપાલિકા (સામાન્ય ચૂંટણી)

કુલ: 84 નગરપાલિકા

વોર્ડ: 656

બેઠકો: 2624

બિનહરીફ બેઠકો: 385

સંપૂર્ણ બિનહરીફ વોર્ડ: 53

મતદાન વોર્ડ: 603

ઉમેદવારો: 5441​​​​​​​


જિલ્લા પંચાયત ચૂંટણી

કુલ: 34 જિલ્લા પંચાયત

મતદાર મંડળ: 1090

બિનહરીફ બેઠકો: 52

મતદાન બેઠકો: 1038

ઉમેદવારો: 3059



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News