BREAKING NEWS

ફકત ત્રણ દિવસમાં સંઘર્ષનો અંત ન આવ્યો તો તેલ પાઇપલાઇનો તોડી નાખીશું: ટ્રમ્પનું નવું અલ્ટીમેટમ

  • April 27, 2026 10:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાર, ૨૬ એપ્રિલના રોજ ઈરાનને એક નવી ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઈરાન પાસે સંઘર્ષનો અંત લાવવા માટે કરાર પર સંમત થવા માટે ફક્ત ત્રણ દિવસનો સમય છે. નહીં તો, તેની તેલ પાઈપલાઈન અંદરવી ફાટી જશે. ફોકસ ન્યૂઝ સાથે વાત કરતા, ટ્રમ્પે સમજાવ્યું કે જો ઈરાન તેલ નિકાસ ચાલુ રાખવામાં અસમર્થ રહેશે, તો યાંત્રિક અને કુદરતી બંને કારણોસર પાઈપલાઈનો બગડશે..
ટ્રમ્પની તાજેતરની ઘમકી એવા સમયે આવી છે જ્યારે ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી રવિવારે
ફરી એકવાર ઇસ્લામાબાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. આ ફક્ત ત્રણ દિવસમાં અરાકચીની પાકિસ્તાનની બીજી મુલાકાત છે. આ પહેલા, તેઓ શુક્રવારે રાત્રે પાકિસ્તાન પહોંચ્યા હતા
અને શનિવારે શેહબાઝ શરીફ, અસીમ મુનીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. ત્યારબાદ તેઓ ઓમાન જવા રવાના થયા હતા.
ટ્રમ્પે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર પાઈપલાઈન ફાટી જાય પછી, ઇરાન તેને તેની મૂળ ક્ષમતામાં
પુનઃસ્થાપિત કરી શકશે નહીં. તે તેની અગાઉની ઉત્પાદન ક્ષમતાના માત્ર ૫૦ ટકા પર કાર્ય કરશે. તે જ ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન વાટાઘાટોમાં જોડાવા માંગે છે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સનો સંપર્ક કરી શકે છે. ટ્રમ્પે ટિપ્પણી કરી, જો તેઓ વાત કરવા માંગતા હોય, તો તેઓ અમારી પાસે આવી શકે છે, અથવા તેઓ અમને ફોન કરી શકે છે.
તમે જાણો છો, ફોન અસ્તિત્વમાં છે. અમારી પાસે સારા અને સુરક્ષિત ચેનલો છે.
ઓમાનની મુલાકાત બાદ, ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘથી રવિવારે ફરી એકવાર ઇસ્લામાબાદ પહોંચ્યા. આ પહેલા, ટ્રમ્પે તેમના
વાટાઘાટકારોને પાકિસ્તાનની મુલાકાત લેવાથી રોકી દીધા હતા, જેના કારણે આગામી રાઉન્ડની વાટાઘાટો અંગે મડાગાંઠ ઊભી થઈ છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અરાઘચીએ પાકિસ્તાન દ્વારા અમેરિકાને અનેક મુખ્ય મુદ્દાઓ પર લેખિત સંદેશા પહોંચાડયા છે.
દરમિયાન, અરાથચી સોમવારે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવાના છે. રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે રવિવારે પુષ્ટિ આપી હતી કે ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી મોસ્કોની મુલાકાત લેશે. એવી અપેક્ષા છે કે તેઓ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application