BREAKING NEWS

નવા વર્ષની અનોખી પરંપરા: 'રામરસ' અને 'લવણ' ખરીદવાનું શા માટે છે વિશેષ મહત્ત્વ?

  • November 10, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સનાતન ધર્મમાં વિક્રમ સંવતના નવા વર્ષના પાવન અવસરે 'રામરસ' એટલે કે શુકન લેવાની પરંપરા આદિ અનાદિકાળથી અત્યંત વિશેષ માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત થતાં જ પ્રત્યેક ઘરમાં ગૃહિણીઓ દ્વારા શુકન સ્વરૂપે સબરસની ખરીદી કરવામાં આવે છે, જેને ખૂબ જ શુકનવંતુ અને માંગલિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, નવા વર્ષના પ્રથમ દિવસે આ પરંપરાનું પાલન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાનરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ પરંપરાના ઇતિહાસની વાત કરીએ તો, સતયુગમાં દેવો દ્વારા આ પરંપરાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જે આજે આધુનિક યુગમાં પણ તેટલી જ શ્રદ્ધાથી જળવાઈ રહી છે. 'રામરસ' તરીકે ઓળખાતા આ શુકનમાં અખંડ મીઠું (લવણ) અને કેટલાક મગના દાણાનો સમાવેશ થાય છે. આ વિશેષ શુકનને વાલ્મિકી સમાજના લોકોના હાથેથી ખરીદીને ઘરમાં લાવવાની પરંપરા છે, જેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ રીતે નવા વર્ષના પ્રથમ દિવસે ગૃહિણીઓ લવણની ખરીદી કરીને નૂતન વર્ષના શુભ કાર્યોનો આરંભ કરે છે.

શાસ્ત્રો અને લોકમાન્યતા મુજબ, વાલ્મિકીઓને ભગવાનના ચરણ સમાન માનવામાં આવ્યા છે. તેથી નવા વર્ષે તેમના હસ્તે ખરીદેલું શુકન સ્વયં પ્રભુના હાથે આપવામાં આવેલા આશીર્વાદ સમાન ફળદાયી સાબિત થાય છે, જેના કારણે હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. આ ઉપરાંત, સનાતન ધર્મમાં લવણ કે રામરસના દાનનું પણ વિશેષ મહત્ત્વ છે; મૃત્યુ બાદ લવણનું દાન કરવાથી યમરાજા પ્રસન્ન થતા હોવાની ધાર્મિક માન્યતા પ્રચલિત છે.

નવા વર્ષની સવારે આ પ્રકારે શુકનની ખરીદી કરવાથી ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનું પવિત્ર સંચય થાય છે. આજ આધુનિક યુગમાં પણ લોકો આ પ્રાચીન અને અનોખી પરંપરાને પૂરા ઉત્સાહથી નિભાવતા જોવા મળે છે, જે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application