BREAKING NEWS

પત્નીના પ્રેમીએ કહ્યું- છૂટું કરી દેજે, નહીંતર જાનથી હાથ ધોવા પડશે, રાજકોટમાં યુવાનને માર મારી ધમકી આપી

  • September 30, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારના મેદાનમાં યુવાનને પત્નીના પ્રેમીએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ધમકી આપી હતી કે, રીંકલને છૂટું આપી દેજે નહીં દે તો તારે જાનથી હાથ ધોવા પડશે. જે અંગે યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ચુનારાવાડ ચોક પાસે બાવાજી સમાધિ રોડ શેરી નંબર.૧ માં રહેતા ધર્મેશ ભીખાભાઈ મકવાણા (ઉ.વ. 25) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરૂણ રસિકભાઈ ઉધરેજીયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના 8:30 વાગ્યા આસપાસ તે આજીડેમ પાસે રવિવારી બજાર ભરાય છે તે મેદાનમાં ભંગારનો સામાન ભરવા માટે ગયો હતો.


દરમિયાન આરોપી અરૂણ ઉધરેજીયા જેને ફરિયાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય અને તે ફરિયાદીની પત્નીને અગાઉ ભગાડીને લઈ ગયો હતો જેથી તે આરોપી પાસે આવી યુવાનને તેની પત્નીને છૂટાછેડા આપી દેવા માટે કહ્યું હતું. પરંતુ યુવાને છુટાછેડા આપવાની ના કહેતા અરૂણ ઉશકેરાયો હતો અને યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી કપાળના ભાગે છરી વડે મૂંઢ ઇજા કરી હતી. જતા જતા ધમકી આપી હતી કે, રીંકલને છૂટું આપી દેજે નહીં દે તો તારે જાનથી હાથ ધોવા પડશે. જેથી આ અંગે યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application